સુરતની સચિન GIDCમાં છ વ્યક્તિઓના મોતનુ કારણ બનેલી ઘટનામાં દોઢ વર્ષથી નાસતો ફરતો કેમિકલ માફિયા ઝડપાયો

સુરતઃ ઝેરી રાસાયણિક કચરાના નિકાલના કાવતરા દરમિયાન ૬ નિર્દોષ લોકોના અપમૃત્યુની ઘટનામાં કેમિકલ માફિયાના રેકેટનો મુખ્ય આરોપી ઝડપી પડાયો છે. ટોળકી અંકલેશ્વરની કેમિકલ કંપનીમાંથી હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ લાવી અવાવરૂં વિસ્તારની ખાડીઓમાં ઠાલવી દેતી હતી. કૌભાંડના મુખ્ય આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો.

સુરતની સચિન GIDCમાં છ વ્યક્તિઓના મોતનુ કારણ બનેલી ઘટનામાં દોઢ વરસથી નાસતો ફરતો સંદીપને આખરે પોલીસે દબોચી લીધો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમે સચિન જીઆઇડીસી કેમિકલ કાંડના અલગ અલગ ૨ ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી વોન્ટેડ સંદીપ ઓમપ્રકાશ ગુપ્તાને અંકલેશ્વર નજીકથી ઝડપી પાડયો છે. આસિફ ટામેટા ગેંગ સાથે સંકળાયેલો સંદીપ અગાઉ બુટલેગર હતો. જેણે બાદમાં કેમિકલ વેસ્ટના ગેરકાયદેસર નિકાલના ગોરખધંધાની શરૂઆત કરી હતી. લીકરમાંથી કેમિકલ માફિયા બની ગયેલા સંદીપ ગુપ્તાએ સચિન જીઆઈડીસીમાં વિશ્વપ્રેમ મીલ પાસે ગેરકાયદેસર રીતે ખાડીમાં ટેન્કરમાંથી કેમિકલ ખાલી કરાવ્યું હતું. આ જલદ કેમિકલમાંથી ઉત્પન્ન થયેલા ઝેરી ગેસની અસરથી મિલમાં કામ કરતાં ૬ વ્યક્તિના મોત થયાં હતાં. ઘટનામાં ૨૩ વ્યક્તિઓને ગેસની ગંભીર રીતે અસર થઈ હતી. આ ઘટના બાદ સંદીપ ફરાર થઇ ગયો હતો.

પોલીસે આ ગંભીર ગુનામાં અત્યાર સુધીમાં ૧૫ આરોપીની ધરપકડ કરી ૩૭૫ પેજની ચાર્જશીટ ફાઈલ કરી છે. પોલીસની તપાસમાં ગુનામાં ગેરકાયદે કેમિકલ ઠાલવવાનું નેટવર્ક ચલાવનાર સંદીપ ઓમપ્રકાશ ગુપ્તાનું નામ ખુલ્યું હતું. ગુનો નોંધાયા બાદ તે ફરાર થઈ ગયો હતો. ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે આરોપી સંદિપ ઓમપ્રકાશ ગુપ્તાને અંકલેશ્વર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. સચિન પારડીના શિવનગરમાં રહેતો સંદીપ ગુપ્તા ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો. પોલીસ દ્વારા કોર્ટમાંથી સીઆરપીસી કલમ ૭૦ મુજબનું ધરપકડ વોરંટ પણ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે સંદીપ અમદાવાદ જઈ રહ્યો છે. પોલીસે એ શંકાસ્પદ કારનો પીછો શરૂ કર્યો હતો. કારમાં સંદીપ છે કે કેમ? એ કન્ફર્મ થતું ન હતું. અંકલેશ્વર નજીક સંદીપે ગુટખા થુંકવા કારનો દરવાજો ખોલ્યો હતો. આ દરમિયાન તેનો ચમકતો સોનાનો દાંતપોલીસને નજરે પડતા તેની ઓળખ થઇ અને પોલીસે કારને  આંતરી તેને દબોચી લીધો હતો.

સચિન ગેસ લીકેજ દુર્ઘટનાઃ ટેન્કરમાંથી ખુલ્લી જગ્યાએ કેટલાક કેમિકલને ડમ્પ કરાયાની તપાસ એજન્સીને આશંકા

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news