ગુજરાતના સીએમ બન્યા બાદ પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવી દિલ્હીની એક દિવસીય મુલાકાતે પહોંચ્યા.
ગુજરાતના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતના રાષ્ટ્રપતિ પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ તેમજ અન્ય નેતાઓને મળવા દિલ્હી પહોંચ્યા છે. પ્રથમવાર ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી તેમજ ઉપ રાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુજીની શુભેચ્છા સૌજન્ય મુલાકાત કરશે પરંતુ તે પહેલાં દિલ્હી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીની સૌજ્ન્ય શુભેચ્છા મુલાકાત રાષ્ટ્રપતિ ભવન ખાતે લીધી હતી.
ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને સૌજન્ય શુભેચ્છા મુલાકાત માટે મળશે. ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહજી અને રક્ષામંત્રી રાજનાથ સિંહજીને પણ સૌજન્ય શુભેચ્છા મુલાકાત હેતુસર મળશે*
આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડાજીને પણ શુભેચ્છા મુલાકાત માટે મુખ્યમંત્રીશ્રી નવી દિલ્હીમાં મળવાના છે. મુખ્યમંત્રીશ્રી નવીદિલ્હીથી સોમવારે રાત્રે અમદાવાદ પરત આવશે.