મેલ એક્સપ્રેસ ટ્રેનોના એન્જિનમાં લગાવાયા ફોગ સેફ ડિવાઈસ
રેલ ફ્રેક્ચરથી બચવા અને તેને સમયસર ઓળખવા માટે ઉચ્ચઅધિકારીઓના મોનિટરિંગમાં રેલવે કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેની મદદથી સુરક્ષામાં વધારો થશે અને સાથે જ સમય-પાલન જાળવી રાખવામાં પણ મદદ મળશે. તેમાં લાઈન પેટ્રોલિંગ કરનારા કર્મચારીઓને પણ ય્ઁજી ઉપલબ્ધ કરાવાઈ રહ્યું છે જેથી તેમની પોતાની પણ સુરક્ષા થઈ શકે. ફોગ સેફ ડિવાઈસ એ જીપીએસ આધારીત એક ઉપકરણ છે જે લોકો પાયલટને આગળ આવનારા સિગ્નલની ચેતવણી આપે છે. તેના આધારે લોકો પાયલટ ટ્રેનની સ્પીડને નિયંત્રિત કરે છે. તે સિવાય ફોગ મેન પણ તૈનાત કરવામાં આવી રહ્યા છે જે ધુમ્મસ દરમિયાન રેલવે લાઈન પર સિગ્નલની સ્થિતિનું મોનિટરિંગ કરશે.
પૂર્વ મધ્ય રેલવેએ શિયાળામાં ધુમ્મસની સ્થિતિને ધ્યાનમાં રાખીને સંરક્ષિત ટ્રેન પરિચાલનની દિશામાં અનેક પગલાંઓ ભર્યા છે. તેનો ઉદ્દેશ્ય ધુમ્મસના કારણે ટ્રેન ઓછામાં ઓછી મોડી પડે અને મુસાફરોને કોઈ તકલીફ ન પડે તેવો છે. આ કારણે એન્જિનોમાં ફોગ સેફ ડિવાઈસ લગાવવામાં આવ્યા છે. ટ્રેનોના સુચારૂ પરિચાલન માટે પૂર્વ મધ્ય રેલવેની તમામ મેલ, એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનના લોકો પાયલટ માટે ફોગ સેફ ડિવાઈસની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્ય જનસંપર્ક અધિકારી રાજેશ કુમારના કહેવા પ્રમાણે શિયાળામાં ધુમ્મસના કારણે થતી રેલવે દુર્ઘટનાઓને રોકવા માટે આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવી રહ્યું છે.