ઝાંક જીઆઈડીસીમાં લાકડાના ગોડાઉનમાં આગ માલસામાન બળીને ખાક
દહેગામ પાસે આવેલી ઝાક જીઆઈડીસી માં હરિઓમ ટિમ્બર વૂડ વર્કસ નામના લાકડાંના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. ઘટનાની જાણ ફાયરબ્રિગેડ દ્વારા આગ બુઝાવવા માટે ૪ ટેન્કર, ૬ ગજરાજ, ૧ ડિવિઝનલ ઓફિસર, ૨ સ્ટેશન ફાયર ઓફિસર, ૧ સબ ઓફિસર સહિત ૩૫ જેટલા સ્ટાફે આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો. બે કલાકમાં આગને કાબૂમાં લઈ લેવાઈ હતી. આગમાં લાકડાંની સ્ક્રેપ,પાટીઓ, ફર્નિચર પ્લાય, ફિનિશ ગુડ્સ, દરવાજા, વૂડ પેલેટ્સ વગેરે બળીને ખાક થઈ ગયું હતું.
ફાયરબ્રિગેડના સ્ટાફ દ્વારા વોટર રીલે કરીને ૪ જગ્યાથી પાણીની લાઈનો બનાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. લાકડાંના ગોડાઉનમા? લાગેલી આગ બુઝાવવા માટે અંદાજે ૨ લાખ લિટર પાણીનો વપરાશ થયો હતો. આગનું કારણ જાણવા મળ્યું નથી. આગને બુઝાવ્યા બાદ એને કૂલિગ કરવાની કામગીરી કરવામાં આવી રહી હોવાનું ફાયરબ્રિગેડે જણાવ્યું હતું.દહેગામ પાસે ઝાક જીઆઈડીસી માં આવેલા લાકડાંના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી.
ફાયરબ્રિગેડની ટીમને જાણ થતાં ૧૩ જેટલી ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. બે કલાકમાં આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. લાકડાંનું ગોડાઉન હોવાથી દરવાજા સહિતનો માલસામાન આગમાં બળીને ખાક થઈ ગયો હતો. બે લાખ લિટર પાણીનો મારો ચલાવી ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી છે.