ગાંધીધામની ચિરઈ સોલ્ટ ફેક્ટરીના ગોડાઉનમાં ભીષણ આગ

ઔધોગિક નગરી ગાંધીધામ નજીક ફરી આગ લાગવાની ઘટના બની હતી. જેમાં સેજ પાસે આવેલી ચિરઈ સોલ્ટ ઈન્ડિયા પ્રા. લી. નામની ફેકટરીના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જાણ તંત્ર સમક્ષ કરવામાં આવતા ગાંધીધામ નગરપાલિકાના ફાયર ફાઇટર દ્વારા ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો શરૂ કરી દેવામાં આવ્યો હતો. તેની સાથે કંડલા ખાતેની ખાનગી કંપનીના ફાયર ફાઈટરની પણ આગ બુઝાવવા મદદ લેવાઈ હતી. એક કલાકની જહેમત બાદ આગ સંપૂર્ણપણે કાબુમાં આવી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈને ઇજા પહોંચી નથી પરંતુ બનાવના પગલે લોકોની ભારે ભીડ એકઠી થઈ જવા પામી હતી.

કંડલા સેઝ નજીક ઝોન વાળી ગોળાઈ પાસે આવેલી મીઠાના ખાનગી એકમના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગોડાઉનમાં રાખેલા પેપર બોક્સમાં આ આગ લાગી હતી . આગ લાગ્યાની થોડા સમય બાદ તંત્રને જાણ કરવામાં આવી હતી ત્યાં સુધી આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે રાહતની વાત એ રહી કે આ બનાવમાં કોઈ વ્યક્તિને ઇજા પહોંચી નથી.

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news