સંતરામપુરમાં હોંડાના શો રૂમમાં ભીષણ આગ, જોત જોતામાં જ આખો શો રૂમ બળીને ખાખ થઇ ગયો

સંતરામપુર શહેરમાં આવેલા કોલેજ રોડ પરના ગાંધી હોંડા બાઈકના શો રૂમમાં અગમ્ય કારણોસર ભીષણ આગની ઘટના બની છે. એકા એક શો રૂમમાં આગ ભભૂકતા ૧૦૦ જેટલા બાઇકો બળીને ખાખ થયા છે. આગ એટલી ભયંકર હતી કે, જોત જોતામાં જ આગે આખા શો રૂમને ચપેટમાં લઈ લીધો હતો. બાઇકો બધી ભડ ભડ સળગવા લાગી હતી. સમગ્ર ઘટના બનતા સ્થાનિકો દ્વારા આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે લુણાવાડા ફાયર ટીમને જાણ કરાતા ટીમ ઘટનાસ્થળે તાબડતોડ દોડી આવી હતી.

સમગ્ર આગની ઘટના અંગેનું કારણ અકબંધ છે. ત્યારે આગના બનાવની જાણ થતાં લોક ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા છે. આગ કયા કારણોસર લાગી અને આગના બનાવમાં કેટલું નુકસાન તે જાણી શકાયું નથી. પરંતુ શો રૂમના માલિકના જણાવ્યા પ્રમાણે શો રૂમની અંદર ૧૦૦ જેટલી બાઇક હતી અને અન્ય સ્પેરપાર્ટસ્‌ મળી ૧થી દોઢ કરોડના નુકસાનની આશંકા લગાવવામાં આવી રહી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news