ભાદર -૧ ડેમમાંથી પિયત માટે પાણી છોડવામાં આવ્યું ,જેતપુર,ધોરાજી,જુનાગઢ,સહિત ૪૫ ગામના ખેડૂતોને થશે ફાયદો
રાજકોટ જિલ્લાના જેતપુર ભાદર -૧ માંથી ખેડૂતોને પિયતમાટે પાણી છોડવામાં આવ્યું છે. જેતપુર પાસે આવેલ ભાદર -૧ ડેમમાં પીવાના પાણી માટેનો પણ જથ્થો અનામત કરાયો છે.ભાદર-૧ ડેમ એ રાજકોટ જિલ્લાની જીવાદોરી છે. આ પહેલા ૪૫૦૦ ખેડૂતોએ પિયત માટે પાણીની માંગણી કરી હતી. ભાદર ૧ ડેમ ની કુલ સપાટી ૩૪ ફૂટ ની ધરાવતો અને ૬૬૪૮ MCFT પાણી ની કુલ ક્ષમતા ધરાવે છે.
ભાદર-૧ ડેમ સિંચાઈ ની સૌથી મોટી કેનાલ ૧૯૫ કિમી ધરાવે છે. ભાદર-૧ ડેમમાંથી રાજકોટ મહાનગરપાલિકા અમરનગર જૂથ યોજના, કાગવડ જૂથ યોજના, ગોંડલ તાલુકા ના ૪ જૂથ યોજના હેઠળ ૬૫ જેટલા ગામના ૧૮ લાખથી વધુ લોકોને પીવાના પાણીનો આધાર ભાદર-૧ ડેમ છે.ભાદર ૧ ડેમમા હાલ ૧૬૭૦ MCFT જથ્થો એટલે કે ૧૮.૯૦ ફૂટ પાણી હોઈ ઉનાળામા કોઈ પીવાના પાણીનો પ્રશ્ન રહશે નહીં. ઓગસ્ટ માસ પછી વરસાદ ખેંચાય તો સૌની યોજના અંતર્ગરત નર્મદા પાણીનો આધાર રહશે.
ખેડૂતોને પ્રી ખરીફ વાવેતર માટે ૧૦૦૦ MCFT પાણી કેનાલ મારફતે બે પાણ આપવામાં આવ્યું છે.જેતપુર,ધોરાજી,જુનાગઢ,સહિત ૪૫ ગામના ખેડૂતોને પિયત માટે પાણી મળશે.