નેશનલ ડેન્ટિસ્ટ ડે નિમિત્તે એડ્યુકેશન ફૉર કેન્સર પ્રોગ્રામ “એડ્યુ-કેન” લોન્ચ કરાયો
ભારતમાં દર વર્ષે 6 માર્ચના રોજ નેશનલ ડેન્ટિસ્ટ ડેની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે અમદાવાદ ખાતે નેશનલ ડેન્ટિસ્ટ ડે નિમિત્તે એશિયન હેડ નેક કેન્સર સંસ્થા દ્વારા એડ્યુકેશન ફૉર કેન્સર પ્રોગ્રામ ‘એડ્યુ – કેન’ને લોન્ચ કરવામાં આવ્યો હતો. ‘એડ્યુ – કેન’ પ્રોગ્રામ લોન્ચ પ્રસંગે વિવિધ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં મોઢાના કેન્સર માટેની સંભાળ માટે સમર્પિત અને કિદવાઇ મેમોરિયલ હોસ્પિટલ બેંગલોરના પ્રોફેસર જાણીતા ડૉ. એસ.વી. કુમારસ્વામી દ્વારા દેશભરના અનેક સર્જનોને માર્ગદર્શન આપવા અને દેશભારમાં કેન્સર પ્રત્યેના તેમણે આપેલા યોગદાનને સમ્માનિત કરવા માટે વકતૃત્વ આયોજિત કરવામાં આવ્યું હતુ.
આ ઉપરાંત આયોજિત સત્રમાં કેન્સર ફાઈટર સંજયભાઈ ત્રિવેદીએ નિદાનથી લઇને પુર્નવસન સુધીની પોતાની સફરને પોતાના શબ્દોમાં રજૂ કરી હતી. જેમાં ડેન્ટિસ્ટ દ્વારા કરવામાં આવેલા નિદાનના 2 વર્ષ બાદ તેઓ કેવી રીતે જીવન જીવી રહ્યાં તેને લઇને ઉપસ્થિતોને પ્રેરણા પુરી પાડી હતી. ત્યારબાદ એશિયન હેડ નેક કેન્સર સંસ્થાનો પરિચય અને લોન્ચિંગ કાર્યક્રમ મુખ્ય અતિથી દ્વારા યોજવામાં આવ્યું હતુ.
એશિયન હેડ નેક કેન્સર સોસાયટીની ભૂમિકા
એનજીઓ એશિયન હેડ નેક કેન્સર સોસાયટી 2017માં નોંધાયેલ છે. એશિયન હેડ નેક કેન્સર સોસાયટી તમાકુના હાનિકારક પ્રભાવોની વ્યાપક જાગૃતિ અને કેન્સરની વહેલી તપાસ અને સારવાર માટે માર્ગદર્શન માટે કામ કરી રહી છે. અમે જોધપુર, સિરોહી, જાલોર અને પાલી (રાજસ્થાન) અને ગુજરાતમાં 3 વર્ષથી વધુ સમયથી સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે.
અમે નવા ઉપચારોને આગળ વધારવા માટે મોઢા અને ગળાના કેન્સરની શરૂઆતમાં તપાસ અને સારવાર માટે સંશોધન અને શિક્ષણને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છીએ, અને જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેના દuખ અને કાર્યાત્મક ક્ષતિને ઘટાડે છે.
ફાઉન્ડેશનનું મુખ્ય લક્ષ્ય મોં અને ગળા ના કેન્સરના જોખમ વચ્ચે સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવું અને સાચવવું. સામાન્ય લોકો અને કેન્સર સબંધિત લોકો માં કેન્સર ના લક્ષણો સંબંધિત માહિતી પ્રસારિત કરવાની છે. દર્દીઓ, કેરર્સ અને આરોગ્ય વ્યવસાયિકોને આધાર ની જોગવાઈ
એશિયન હેડ નેક કેન્સર સોસાયટી ના ઉદ્દેશો: –
· દંત ચિકિત્સાની શોધમાં દર્દીઓ માટે મોઢાના કેન્સરની તપાસ
· દર્દીઓ ના વિશેષ જોખમ ઓળખવાની અને તેમને યોગ્ય સલાહ પ્રદાન કરવાની ક્ષમતા
· ડાયગ્નોસ્ટિક પર અદ્યતન બનવું
· શંકાસ્પદ જોખમોને ઓળખવાની ક્ષમતા અને બાયોપ્સી લેવા માટે આત્મનિર્ભરતા
· દર્દીઓના રોગ વિષે સમજાવવાનો વિશ્વાસ
· દર્દીઓના દ્રષ્ટિકોણથી રોગને સમજવું