બનાસકાંઠાની ધરા ધ્રૂજી, પાલનપુરથી ૩૯ કિ.મી. ઉત્તરમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ

ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છની ધરા વારંવાર ધ્રૂજતી રહે છે. ત્યારે હવે બનાસકાંઠાના પાલનપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકો બપોરે અનુભવાયો હતા. બનાસકાંઠાના પાલનપુરથી ૩૯ કિ.મી.ઉત્તરમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પાલનપુરમાં ૨.૩ની તિવ્રતાનો આંચકો અનુભવાયો છે.

બપોર બાદગ આવેલા આ ભૂકંપનો સમય એવો હતો કે લોકો ઘરમાં જાગતા હતા, તેથી લોક તરત ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. બનાસકાંઠાના અનેક જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે લોકોએ જીવ બચાવવા ઘરની બહાર દોટ લગાવી હતી.

ગુજરાતના ભૂકંપના પાંચ ઝોન છે, જે પૈકી બનાસકાંઠા જિલ્લો ભૂકંપના ઝોન-૩માં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં અવાર-નવાર હળવા આંચકા નોંધાતાં હોય છે. જિલ્લામાં નોંધાતા ધરતીકંપના આંચકા અંગેની માહિતી ગાંધીનગર સ્થિતિ સિસ્મોગ્રાફી સેન્ટર ખાતેથી મળે છે. સામાન્ય રીતે ભૂકંપ આવે તે બાદ તેના આફટર શોક નોંધાતા હોય છે. જેની તીવ્રતા ઓછી હોય છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news