જર્મનીમાં ભારે વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધી ૫૯ લોકોના મોત

પશ્ચિમી યુરોપના અનેક દેશો ભારે પૂરનો સામનો કરી રહ્યા છે. ભારે વરસાદ અને પૂરને કારણે જર્મનીમાં અત્યાર સુધીમાં ૫૯ અને બેલ્જિયમમા ૯ લોકોનાં મોત થયાં છે. પશ્ચિમ જર્મનીમા યુક્રિશેન વિસ્તારના અધિકારીઓએ જણાવ્યું હતું કે અહીં પૂરને કારણે ૧૫ લોકોનાં મૃત્યુ થયાં છે. આરવીલર કાઉન્ટીમા ૧૮ લોકો, રીનબેચમાં ત્રણ લોકો અને કોલોનમા બે લોકોનાં પૂરને કારણે મૃત્યુ થયાં છે.

આરવીલર કાઉન્ટીના અધિકારીઓએ કહ્યું હતું કે પૂરને કારણે એફેલ વિસ્તારના શુલ્ડ ગામમા ગઈ રાત્રે અનેક મકાન નષ્ટ થઈ ગયાં, જેને કારણે અનેક લોકો મૃત્યુ પામ્યા હતા અને ૭૦ લોકો ગુમ થયા છે. તેમણે કહ્યું હતું કે અનેક લોકો ઘરની છત પર ફસાયા છે અને એમડીડી માટે રાહ જોઈ રહ્યા છે. હેલિકોપ્ટર અને બોટ દ્વારા રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. જર્મનીની સેનાએ રાહત અને બચાવ કામગીરીમાં મદદ માટે ૨૦૦ સૈનિકોને મોકલ્યા છે.

પૂરને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, અનેક કાર પૂરના પાણીમાં તણાઇ ગઈ હતી અને ઇમારતો ધરાશાયી થઈ હતી. ફોન અને ઇન્ટરનેટ સંપર્ક ખોરવાઈ જવાને કારણે રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ પડી રહી છે.

પૂરને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, અનેક કાર પૂરના પાણીમાં તણાઇ ગઈ હતી અને ઇમારતો ધરાશાયી થઈ હતી. ફોન અને ઇન્ટરનેટ સંપર્ક ખોરવાઈ જવાને કારણે રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ પડી રહી છે.

જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ આ દિવસોમાં અમેરિકાની મુલાકાતે છે. તેમણે કહ્યું હતું કે પૂર પીડિતોની હાલત જોઇ તેમનું ‘કાળજું કંપી ઊઠ્યું’ છે. તેમણે કહ્યું- ‘મને ડર છે કે આગામી દિવસોમાં આપણે વધુ આપત્તિઓ પણ જોવી પડી શકે છે. આ આપત્તિ દરમિયાન લોકોને મદદ માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news