અમદાવાદના ખોખરામાં પીવાના પાણીની લાઈન લિકેજ થતા, રસ્તા પર પાણી ભરાયા, સ્થાનિક કોર્પોરેટર આવી નિવારણ કરવાના પ્રયાસ કાર્ય
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં મદ્રાસી મંદિરની સામે પીવાના પાણીની લાઈન લિકેજ થતાં પાણીના રેલા છેક નાથાલાલ ઝગડિયા ઓવરબ્રિજ સુધી પહોંચ્યાં હતાં. રોડ પર પાણીના રેલાના કારણે છેક ગાયત્રી ડેરી સુધી ડ્રાફિક જામ થઈ ગયો હતો.
તે ઉપરાંત રામબાગથી લઈને એલ જી ઓવરબ્રિજથી મદ્રાસી મંદિર સુધી વાહનોની કતારો લાગી હતી. ત્રણેક વાર આ લાઈનમાં એક સપ્તાહથી ભંગાણ પડતું હોવા છતા તંત્રના કોન્ટ્રાક્ટરની કામ કરવાની ધીમી ગતિ અને યોગ્ય સમારકામના અભાવે આજે ત્રીજી વાર ભંગાણ પડ્યું છે. મદ્રાસી મંદિરની સામે દરબાર નગરની સોસાયટીમાં લગ્ન પંસગ ને લઈ ને પણ જાનૈયાઓ પરેશાનીમાં મુકાયા હતાં. ભરચક ટાફિઁકમા જાન લઈ જવાનો વારો આવ્યો હતો.
અમદાવાદ શહેરના રામોલ ટોલ ટેક્સ નજીક એક મહિના પહેલાં ગટરમાંથી ગંદા કેમિકલ વાળા પાણી રોડ પર ફરી વળ્યાં છે. કાળા અને લાલ કલરના પાણી ઉછળી ઉછળીને બહાર આવ્યાં હતાં. વરસાદના પાણી જેમ રોડ પર ફરી વળ્યાં હતાં. આ ગટરના પાણી રામોલ ગામ તરફ જતા માર્ગ પર એક કિલોમીટર સુધી ભરાઈ ગયાં હતાં. આ વિસ્તારમાં રોડ પર જ ડ્રેનેજ લાઈનમાંથી આ પાણી નીકળી રહ્યું હતું. લોકો આ રસ્તેથી નીકળતા પણ હવે ડરી રહ્યા છે. જ્યાંથી આ કેમિકલ વાળું પાણી બહાર આવી રહ્યું છે.ત્યા આસપાસ રહેતા રહીશોને હવે બિમારીનો ડર લાગી રહ્યો છે.
અમદાવાદ શહેરનાં પૂર્વ વિસ્તારમાં ગટર બેક મારવાની સમસ્યા સામે આવી છે. નિકોલ અને નવા નરોડા વિસ્તારમાં ગટરો ઉભરાવવાની સમસ્યા છે. પૂર્વના નારોલથી નરોડા વિસ્તાર તથા નવા રીંગરોડ ફરતે થઇ રહેલાં વિકાસને પગલે ડ્રેનેજ સિસ્ટમ ઉપર ભારણ વધી જતાં વિંઝોલ ખાતે કરોડોનાં ખર્ચે એસટીપી બનાવ્યા પછી પણ નિકોલ અને વિંઝોલ સહિતનાં વિસ્તારોમાં ગટર બેક મારવાની સમસ્યા હોવાનું જાણવા મળ્યું છે. નિકોલ વિસ્તારમાં ઠેર ઠેર ગટર ઉભરાતી હોવાની ફરિયાદ સામે આવી છે