વડોદરામાં ડ્રેનેજ અને વરસાદી પ્રોજેક્ટના કામો રજૂ કરાયા

વડોદરાના તાંદલજા વિસ્તારમાં નવીનગરી વસાહત પાસે વાસણા બાંકો કાસવાળા ભાગમાં નવીન આરસીસી વરસાદી ગટર બનાવવા માટે નેટ અંદાજિત રકમ રૂપિયા ૧,૨૭,૩૪,૫૦૩થી ૧૩.૯૪ ટકા વધુનું નવું પત્ર રજૂ થયું છે. અગાઉ આ કામ સ્થાયી સમિતિમાં મુલતવી થયા બાદ પુનઃ એકવાર રજૂ કરવામાં આવ્યું છે. એવી જ રીતે, કારેલીબાગ બ્રાઇટ સ્કૂલથી વીઆઇપી પંપીંગ સ્ટેશન સુધી નવિન ડ્રેનેજ લાઈન નાખવાના કામે નેટ અંદાજિતથી ટકા ઓછા મુજબનું ભ પત્ર રજૂ થયું છે અન્ય કામ પર નજર કરીએ તો શહેરના દક્ષિણ ઝોન વિસ્તારમાં ૩૬ મીટર રસ્તા પર અટલાદરાથી માંજલપુર તરફ જતા મુંબઈ-અમદાવાદ બ્રોડગેજ રેલવે લાઈન પર નવીન રેલવે ઓવરબ્રિજની કામગીરી નડતરરૂપ ડ્રેનેજનું ભાવ પત્ર સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયું છે. તેવી જ રીતે માંજલપુર સ્કૂલ પાસેથી ૩૦ મીટરના તુલસીધામ રોડ પહેલા સુધી હયાત જુના વરસાદી કાંસના સ્થાને નવી આરસીસી ક્લોઝ્‌ડ વરસાદી ગટર બનાવવાના કામ અર્થે મંજુર થયેલ પત્ર પેટે ઇજારદારને વધારાની કામગીરી માટે થનારો ખર્ચ રૂપિયા ની કામગીરી તથા વધારાની કામગીરી માટે વધુ ૩ માસની સમયમર્યાદામાં વધારો કરી આપવાની મંજૂરી આપવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.

વડોદરા કોર્પોરેશનમાં અગાઉ તાત્કાલિનન મેયર ભરત ડાંગરે કારેલીબાગ પાણીની ટાંકી ખાતે સંપની સફાઈ કરી હતી. તે સમયે તેમણે સમયાંતરે શહેરની તમામ પાણીની ટાંકી તથા સંપ સફાઈના આયોજનની જાહેરાત કરી હતી. પરંતુ, ત્યારબાદ આ અભિયાન અભરાઈ પર ચઢી ગયું હતું. ત્યારબાદ સફાળા જાગેલા વડોદરા કોર્પોરેશને હવે લાંબા સમય બાદ વડોદરા શહેરમાં આવેલા પાણી સંગ્રહસ્થાનોની સફાઇ હાથ ધરી છે.

વડોદરા શહેરમાં આવેલી ૩૧ ઊંચી પાણીની ટાંકીઓ તથા સંપ અને અલગ-અલગ ૧૦ સ્થળોના બુસ્ટર સફાઈ કામગીરીમાં આવરી લેવાશે. જે માટે કોર્પોરેશને ઇટેન્ડર પ્રક્રિયા હાથ ધરતા ત્રણ કોન્ટ્રાક્ટરોએ રસ દાખવ્યો હતો. જેમાં હરભાવ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડનું ભાવપત્ર ૩૧૦.૫૫ ટકા સૌથી વધુનું રહ્યું હતું. જ્યારે ઇકો ફેસીલીટીઝ મેનેજમેન્ટ સર્વિસનું ભાવપત્ર ૦.૦૩ ટકા સૌથી ઓછા ભાવનું રહ્યું હતું. જેથી શુક્રવારના રોજ મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં ઇકો ફેસીલીટીઝ મેનેજમેન્ટ સર્વિસના ભાવપત્રને મંજૂરી મળવાની શક્યતા છે.આગામી સ્થાયી સમિતિની બેઠક માટે ડ્રેનેજ અને વરસાદી પ્રોજેક્ટના રૂપિયા સાડા ચાર કરોડ ઉપરાંતના કામો રજૂ કરવામાં આવ્યા છે. જેમાં અટલાદરાથી માંજલપુર જતા મુંબઈ-અમદાવાદ બ્રોડગેજ રેલવે લાઈન પર નવીન રેલવે ઓવરબ્રિજની કામગીરી માટે નડતરરૂપ નળીકાને શિફ્ટ કરવાનું કામ પણ હાથ ધરવામાં આવશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news