ચોટીલા હાઇવે પર આવેલા અજમેરા પેટ્રોલપંપની સામે ભંગારના ડેલામા આગ, જાનહાની ટાળી

સુરેન્દ્રનગર જિલ્લામાં પાછલા કેટલાક દિવસોમાં આગ લાગવાના બનાવો ચિંતાજનક રીતે વધવા પામ્યાં છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઇવે પર આવેલા અજમેરા પેટ્રોલપંપની સામે ભંગારના ડેલામા આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો. આ સામાન્ય આગે પળવારમાં વિનાશક રૂપ ધારણ કરી લીધુ હતુ.

મોડીરાતે અંધારામા આ આગ લાગવાનો બનવા બનતા ચોટીલા ફાયર ટીમ દ્વારા તાકીદે આ આગ બુજાવવાની કામગીરી કરવામા આવી હતી. એમાય ચોટીલામાં પેટ્રોલપંપની સામેના ડેલામા આગ લાગતા અફરાતફરીનો માહોલ થયો હતો. લોકોમાં અને આજુબાજુના રહેણાંક વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. આ ભયાવહ આગના કારણે ભંગારનો સામાન રાખવામા આવેલ તે બળીને રાખ થઇ ગયો હતો.
પણ લોકોની સમયસૂચકતાના કારણે મોટી જાનહાની ટળી જવા પામી હતી. હાઇવે પર પેટ્રોલપંપની સામે ભયાવહ આગની લપેટો જોઇ આ હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો પણ પળવાર માટે ડઘાઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થઇ ગયા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news