દીપક નાઇટ્રાઇટ લિમિટેડ 18મા “આઇસીસી એન્વાયર્નમેન્ટ એક્સેલન્સ એવોર્ડ્સ ૨૦૨૪” માં સુર્વણ પુરસ્કારથી સન્માનિત
દીપક નાઇટ્રાઇટ લિમિટેડને 18માં આઇસીસી એન્વાયર્મેન્ટ એક્સેલન્સ એવોર્ડ્સ 2024માં કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર સેક્ટરમાં પ્રતિષ્ઠિત સુર્વણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે, જેણે સાતત્યપૂર્ણ પદ્ધતિઓ અને પર્યાવરણીય જવાબદારી પ્રત્યે અમારા સમર્પણને બિરદાવ્યું છે. આ સન્માનનીય માન્યતા સ્થાયી વિકાસ માટે આપણી પ્રવર્તમાન કટિબદ્ધતા અને સંયુક્ત રાષ્ટ્રનાં સ્થાયી વિકાસ લક્ષ્યાંકો (SDGs) સાથે અમારા પ્રયાસોને સુસંગત કરવા પર ભાર મૂકે છે.
આ સુર્વણ પુરસ્કાર પશ્ચિમ બંગાળના ઉદ્યોગ અને વાણિજ્ય કેબીનેટ મંત્રી ડૉ. શશી પંજા; સુશ્રી રોશની સેન (IAS), મુખ્ય સચિવ, પર્યાવરણ વિભાગ, પશ્ચિમ બંગાળ સરકાર અને જર્મનીના માનનીય કોન્સ્યુલ જનરલ શ્રીમતી બાર્બરા વોસના હસ્તે દીપક નાઇટ્રાઇટ લિમિટેડને સન્માનિત કરવામાં આવેલ છે.
દીપક નાઇટ્રાઇટ લિમિટેડના પર્યાવરણીય વિભાગના વડા શ્રી કમલેશ પટેલ એ જળ વ્યવસ્થાપનની સ્થાયી પદ્ધતિઓના પ્રયત્નો પર પ્રકાશ પાડ્યો હતો. તેમના માર્ગદર્શન હેઠળ આધુનિક નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાણીના રિસાયક્લિંગમાં વધારો કરી રહ્યા છીએ, તથા ઓદ્યોગિક કચરાનું યોગ્ય વ્યવસ્થાપન, નિકાલ અને પુનઃઉપયોગ કરી રહ્યા છીએ. જે પર્યાવરણ અને સ્થાનિક સમુદાયો બંને પર હકારાત્મક અસરને સુનિશ્ચિત કરે છે.
દીપક નાઇટ્રાઇટ ભારતના રાષ્ટ્રીય પર્યાવરણીય ઉદ્દેશોને અનુરૂપ કેટલીક ટકાઉ સ્વચ્છ ઉત્પાદન પદ્ધતિઓ અપનાવીને કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા પર સતત કાર્યરત છીએ. અમારી ટકાઉ યોજનાઓમાં ગ્રીનબેલ્ટના વિકાસ દ્વારા કાર્બનફુટપ્રિન્ટ્સને ઘટાડવુ, જોખમી ઘન કચરાનુ પ્રમાણ ઘટાડવું, નવીન ટેકનોલોજીઓને સ્થાપિત કરી તથા હયાત સ્થાયી પ્રક્રિયા માં ફેરફાર કરી ઊર્જા સંરક્ષણની કામગીરીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અશ્મિભૂત ઇંધણ આધારિત પરંપરાગત પદ્ધતિઓને પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્ત્રોત આધારિત આધુનિક ટેકનોલોજીમાં પરિવર્તિત કરવાનું વિચાર કરી રહ્યા છે. જેથી કાર્બન ફુટપ્રિન્ટ્સમાં વધુ ને વધુ ઘટાડો થાય.
આ ઉપરાંત દીપક નાઇટ્રાઇટ ને તેના પર્યાવરણીય પ્રત્યેના વિશિષ્ટ યોગદાન માટે ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવેલ છે. આ સન્માનોમાં FICCI કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ એવોર્ડ્સ 2023માં લીડર ઓફ વોટર મેનેજમેન્ટ એવોર્ડ, નેશનલ ESG સમિટ 2024માં વેસ્ટ રિડક્શન એન્ડ ગ્રીન ઇનોવેશન એવોર્ડ, પર્યાવરણ દ્વારા જોખમી કચરાના રિસાયક્લિંગ માટેનો એક્સેલન્સ એવોર્ડ આજે 2023, વોટર મેનેજમેન્ટમાં 16મા કગ્રીન ફ્યુચર એન્વાયરમેન્ટ એવોર્ડ 2024નો ગોલ્ડ વિનર, અને ગ્રીન ગુજરાત 2024 એવોર્ડ ફોર એન્વાયર્મેન્ટલ એક્સેલન્સ ફોર એન્વાયર્મેન્ટલ એક્સેલન્સ દ્વારા TV18 Gujarati.
દીપક નાઇટ્રાઇટ લિમિટેડને તેની પર્યાવરણીય ટીમના અવિરત પ્રયત્નો પર ગર્વ છે. આ પુરસ્કારો પર્યાવરણીય વ્યવસ્થાપન માટેના અભૂતપૂર્વ યોગદાનને પ્રતિબિંબિત કરે છે.