સુરેન્દ્રનગર જિલ્લામાં અતિ વરસાદથી કપાસને નુકસાન : ખેડુતો

સુરેનદ્રનગર જિલ્લાના ખેડૂતોને વરસાદ ન થવાના કારણે અને હાલ પાક છેલ્લા તબક્કામાં હતો ત્યારે વરસાદ થતા  મોમાં આવેલો કોળીયો છીનવાઇ જવા જેવી સ્થિતી સર્જાતા જિલ્લાબભરના ખેડૂતોને સરકારે પાક નુકસાનીનું વળતર ચુકવવાની ખેડૂતો માંગ કરી રહયા છે. ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થયુ હોવાથી સરકારી યોજનાનો લાભ મેળવવા માટે તંત્ર દ્વારા પાક નુકસાનીનો કરવાનો સર્વે હજી સુધી શરૃ ન કર્યો હોવાથી ખેડૂતોને કોઇ પણ જાતનુ પાક નુકસાનીનુ વળતર મળે એવી શકયતા દેખાઇ રહી નથી. મોડો વરસાદ થયો એટલે કપાસ સહિતના પાકને મોટુ નુકસાન થયુ છે માત્ર મગફળીના એક પાણનો ફાયદો છે બાકી પશુને ઘાસચારાનો અને નદીનાળા ડેમમાં પાણી આવે એ ફાયદો બાકી આ વર્ષે ખેડૂતો વરસાદ ન થતા અને  વરસાદ થતા નુકસાની જ થઇ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે ખેડૂતો ભારે મુસ્કેલીમાં મુકાઇ રહયા છે પહેલા અઢી મહિના સુધી વરસાદ ન થવાના કારણે અનેક ખેડૂતોનો પાક બળી ગયો છે ત્યારે હાલ મોડે મોડે વધારે વરસેલા વરસાદના કારણે ખેડૂતોના કપાસ સહિતના પાકને ભારે નુકસાન દેખાઇ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલીક ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચુકવાય એવી ખેડૂતોની માંગ ઉઠી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે ખેડૂતો ઉપર માઠી બેઠી હોય એમ કુદરતી ચક્ર ફરી રહયુ છે.ચોમાસાને શરૃ થયાને અઢી મહિના થવા છતાય વરસાદ ન થતા અનેક ખેડૂતોના લાખો રૃપીયાના પાક બળીને ખાખ થઇ ગયા હતા.ત્યાર બાદ સરકારની મુખ્યમંત્રી કિશાન શહાય યોજનાનો લાભ મળે એ માટે ખેડૂતોએ ૨૮ દિવસ સતત વરસાદ ન થવાના કારણે પાક નુકસાનીનો લાભ મેળવવા રેલી દ્વારા આવેદનપત્ર પણ પાઠવ્યુ હતુ.પરંતુ હજી સુધી જિલ્લાભરના ખેડૂતો પાકનુકસાનનીના સર્વેની મીટ માંડીને બેઠા છે.હજી એ પાક નુકસાનીનો સર્વે નથી થયો ત્યાં પીયત વિસ્તારમાં ઉગાડેલા ખેડૂતોના કપાસ સહિતના પાકમાં પાકના છેલ્લા તબકક્કામાં વરસાદ થતા કપાસ સહિતના પાકમાં ખેડૂતોને ભારે નુકસાન થયુ છે.જેથી આવા ખેડૂતોને પણ પાક નુકસાનીનું વળતર આપવાની ખેડૂતો માંગ કરી રહયા છે.સાથે ખેડૂતોને વરસાદ ન થવાના કારણે થયેલા પાક નુકસાનીનો સર્વે ન કરવાના કારણે હવે વરસાદ થયા બાદ ત્યાં વાવેતર કરે તો નુકસાનીનો સર્વે ના થાય અને અને વાવેતર ના કરે તો સીઝન નિષ્ફળ થાય આમ તંત્રની બેદરકારીના કારણે જિલ્લાભરના ખેડૂતોની હાલત કફોડી થઇ હોવાથી તાત્કાલીક ખેડૂતોના પાક નુકસાનીનો સર્વે કરવાની ખેડૂતોની માંગ ઉઠી છે. ચોમાસાને શરૃ થયાને અઢી માસ થવા છતાય સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ન થવાના કારણે અનેક ખેડૂતોએ નજીવા વરસાદ બાદ વધારે વરસાદ થવાની આશાએ વાવેલા પાક બળી ગયા હતા જેના કારણે મોટુ નુકસાન ભોગવવુ પડયુ છે.

ચોમાસાના અઢી માસ ચોમાસુ પુર્ણ થવાના આરે છે ત્યારે વરસાદ થતા હાલ ઉગાડેલા કપાસના મોટા પ્રમાણમાં ફાલ ખરી ગયા છે અને ફુટેલા કપાસને પણ ઘણુ નુકસાન થયુ છે આમ ખેડૂતોને પડયા ઉપર પાટુ જેવી સ્થિતી સર્જાઇ છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news