તમિલનાડુ, પુડુચૈર, આંધ્રાપ્રદેશ પર ચક્રવતી તોફાનનો ખતરો : હવામાન વિભાગ
હવામાનમાં ઉલટ ફેરથી દરેક લોકો હરાન પરેશાન છે તેમજ દક્ષિમ ભારતમાં વરસાદ રોકાવાનું નામ નથી લઇ રહ્યો. પહેલા તમિલનાડુમાં મોનસૂન અને ફરી પશ્ચિમી વિક્ષેપની સક્રિયતા અને હવે દક્ષિણ અંડમાન સાગર પર સાઇક્લોનિક પ્રેશરે હવામાન વિભાગના વિજ્ઞાનિકોને પણ આશ્ચર્યમાં મૂકી દિધા છે.
અત્યાર સાઉથ અંડમાન પર એક લો પ્રેસર એરિયો બની ગયો છે. જેનાથી ચક્રવાત તોફાન બની શકે છે. એટલે હવામાન વિભાગે ચતવણી આપી છે. હવામાન વિભાગનું કહેવુ છે કે, આ તોફાનનું કારણે ૮ ડિસેમ્બરના રોજ તમિલનાડૂ, પુડૂચોરે અને આંધ્રાપ્રદેશમાં ભારે વરસાદની આશંકા છે.
હવામાન વિભાગે પુડુચેરી, કરાઇકલ અને આંધ્રપ્રદેશના તટીય ઇલાકામાં ૭ ડિસેમ્બરે ભારે વરસાદની આગાહી કરી છે. અને ૮ ડિસેમ્બર સુધી માછીમારોને બંગાળની ખાડી અને અંડમાન સાગરમાં જવાની મનાઇ કરી છે.. દક્ષિણનો આ હાલ છે તો બીજી તરફ પહાડી પર વરસાદ અને બર્ફબારીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મોસમ વિભાગે કહ્યુ છે કે, આગામી ૨૪ કલાકમાં દિલ્હી સહિત ઘણા શહેરોમાં પારો નચી આવશે. અને ઠંડીમાં વધારો થશે. આઇએમડી એ કહ્યુ છે કે, આવનાર બે ત્રણ દિવસમાં ઠંડીમાં વધારો થશે. બિહાર, યૂપી, એમપી, અને છતીસગઢમાં પણ ઠંડીમાં વધારો થશે. અમુક જગ્યાએ શીતલહેર અને ધુમ્મસનો પ્રકોપ જોવા મળશે.