પાણીની ફરિયાદોના નિવારણ માટે વડોદરા મનપા દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કર્યો
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉનાળામાં લોકોની પાણીને લગતી ફરિયાદોનો તાત્કાલિક નિકાલ લાવવા માટે શહેરના કારેલીબાગ પાણીની ટાંકી ખાતે કંટ્રોલ રૂમ એટલે કે ફરિયાદ સેલ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં ફોન દ્વારા ફરિયાદ નોંધાવી શકાશે. આ માટે મોબાઇલ નંબર ૬૩૫૯૭૭૬૩૨૫ તથા લેન્ડ લાઇન નંબર ૦૨૬૫ ૨૪૮૧૮૨૮ પર સંપર્ક કરવાનો રહેશે.
વડોદરા શહેરમાં પીવાનું પાણી ઓછા પ્રેશરથી આવવું, સમયસર નહીં તેમજ ગંદુ પાણી આવવા સહિતની સૌથી વધુ ફરિયાદો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવતી હોય છે, ત્યારે આવી ફરિયાદોના નિવારણ માટે વડોદરા કોર્પોરેશને હવે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે તેમજ ફરિયાદ માટે મોબાઇલ અને ટેલિફોન નંબર જાહેર કર્યા છે.