નેપાળમાં વાદળ ફાટતા જળ પ્રલય, ૩ ભારતીય સહીત ૨૩ લાપત્તા

નેપાળમાં વાદળ ફાટવાને પગલે, જળ પ્રલયની સ્થિતિ સર્જાઈ છે. વાદળ ફાટતા પડેલા અતિભારે વરસાદથી, ઘસમસતા પૂરમાં ૩ ભારતીય સહીત કુલ ૨૩ વ્યક્તિઓ તણાઈ ગયા છે. સ્થાનિકોને નજીકની સરકારી શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. સિંધુપાલ ચોકમાં આવેલા પૂરના કારણે ઘણા લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે.

મીડિયા રીપોર્ટ અનુસાર, વાદળ ફાટવાના કારણે આવેલા પૂરથી, ત્રણ ભારતીય સહિત કુલ ૨૩ લોકો ગુમ થયા છે. ગુમ થયેલા લોકોમાં ચીનના નાગરિકોનો પણ સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા ચાર દિવસથી મધ્ય નેપાળમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઇ છે. ગુરુવારે સવારે સિંધુપાલ ચોકમાં એકાએક વાદળ ફાટ્યું હતું. જેમાં ૨૩ લોકો ગુમ થયા છે. સરકારી તંત્રે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે.

મીડિયા રિપોર્ટમાં આરોગ્ય પ્રધાન શેર બહાદુર તમંગેને ટાંકીને જણાવાયુ છે કે, નેપાળના મેલમચી અને ઇન્દ્રવતી નદીઓમાં પૂરમાં ૨૩ થી વધુ લોકો લાપતા છે. પૂરના કારણે મેલમચી પીવાના પાણી પુરવઠા પ્રોજેક્ટ ટીંબુબજાર, ચાનૌત બજાર, તલામરંગ બજાર અને મેલમચી બજારમાં ભારે નુકસાન થયું છે. લોકોના જાનમાલને પણ પારાવાર નુકસાન થવા પામ્યુ છે.

મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, મેલમચી નદીના કાંઠે આવેલા ગામોની ઝુંપડપટ્ટીના ૩૦૦ જેટલી ઝૂંપડાઓ ઘસમસતા પૂરના પાણીમાં તણાઈ ગયા છે. તો લમજંગ જિલ્લામાં ઘણા મકાનોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અધિકારીઓના જણાવ્યાનુસાર નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારમાં આશરે ૨૦૦થી વધુ મકાનો જોખમી અવસ્થામાં છે. સિંધુપાલ ચોકના મુખ્ય જિલ્લા અધિકારી અરૂણ પોખરેલે કહ્યું કે, નેપાળ પોલીસ, સૈન્ય અને સશસ્ત્ર પોલીસ દળ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news