જળવાયુ પરિવર્તનઃ વિન્ટર ઓલમ્પિક ૨૦૩૦-૩૪ના યજમાનોની આગામી વર્ષે એકસાથે જાહેરાત થશે
નવીદિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ (IOC)એ આગામી ઓલમ્પિક આયોજનો પર મંડરાઈ રહેલા જળવાયું પરિવર્તનના સંકટ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ ક્લાઈમેટ ચેન્જને ધ્યાનમાં રાખીને આવતા વર્ષે જ જુલાઈમાં વર્ષ ૨૦૩૦ અને ૨૦૩૪ના વિન્ટર ઓલમ્પિક્સ માટેના યજમાનની જાહેરાત કરશે. આ અંગે IOCના અધ્યક્ષ થોમસ બાખે જણાવ્યું કે, આગામી વર્ષે પેરિસ ગેમ્સની પૂર્વ સંધ્યાએ યોજાનારી બેઠકમાં ૨૦૩૦ અને ૨૦૩૪ વિન્ટર ઓલમ્પિક્સ માટે યજમાનની પસંદગી કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, “અમને ઓલમ્પિક્સ ગેમ્સ માટે ભવિષ્યના યજમાન આયોગ તરફથી એક અપડેટ મળી છે. અમે વિન્ટર ઓલમ્પિક્સ માટે ભવિષ્યના યજમાન આયોગ પાસેથી બે મુખ્ય માપદંડો બાદ ઓલમ્પિક ગેમ્સ માટે ભવિષ્યની ફાળવણીનું મૂલ્યાંકન કરવા જણાવ્યું છે. જેમાં પહેલું છે- ભવિષ્યમાં યોજાનારી ઓલિમ્પિક્સ ગેમ્સની સસ્ટેનેબલીટીનું કારણ અને બીજું, સ્નો કોમ્પિટિશનના સ્થળોની આબોહવા આ શતાબ્દીના અંત સુધીમાં અનૂકૂળ હોવી જાઈએ.”
તેમણે ઉમેર્યું કે, આ બે માપદંડોનું અનુસરણ કરીને કમિશન દ્વારા બે અભ્યાસ હાથ ધરવામાં આવ્યા હતા. જેમાંથી એક સૌથી વર્તમાન સ્થાનાંતરિત સ્થળો સાથે નેશનલ ઓલિમ્પિક્સ સમિતિની ઓળખ કરવાનું હતું.” સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ અને ફ્રાન્સ ૨૦૩૦ના એડિશનની સંભવિત બીડ્સ પર કામ કરી રહ્યા છે અને સોલ્ટ લેક સિટીના અધિકારીઓએ વર્ષ ૨૦૩૪ની ગેમ્સને લાંબા સમયથી પોતાનું લક્ષ્યાંક રાખ્યું છે. પરિણામે લોસ એંજલસમાં આયોજિત ૨૦૨૮ સમર ઓલિમ્પિક્સ બાદ અમેરિકા દ્વારા યોજાનારી બેક ટુ બેક ગેમ્સને અટકાવશે. IOC પાસે વિન્ટર ઓલિમ્પિક્સના મેજબાનો ખૂબ ઓછા છે.
IOCના અધ્યક્ષ અનુસાર, ૩ કોન્ટિનેન્ટસમાંથી માત્ર ૧૫ નેશનલ ઓલમ્પિક કમિટી જ માપદંડો પર ખરી ઉતરી છે અને તેમની પાસે સ્નો સ્પોર્ટ્સ માટે માત્ર ૮૦ ટકા જેટલા સ્થળો છે. તેમજ આગામી કેટલાક દાયકાઓ સુધી સ્નો સ્પોર્ટ્સ યોજવા માટે માટે વાતાવરણ યોગ્ય છે. IOC અધ્યક્ષે જણાવ્યું કે, “આ સદીના મધ્ય સુધી જળવાયું યોગ્ય રહેશે કે કેમ તે અંગે પણ એક અભ્યાસ કરાયો છે. ભવિષ્યની વિન્ટર ગેમ્સ માટે આયોગે આ અભ્યાસનું પ્રથમ રિઝલ્ટ રજૂ કર્યું છે. જેમાં ૩ ખંડોની ૧૫ ઓલમ્પિક સમિતિઓ પાસે વર્તમાન જગ્યામાં ૮૦ ટકા સ્થળો છે. એટલે કે તેમની પાસે ૧૧ જરૂરી ગેમ્સ માટે ઓછમાં ઓછા ૯ સ્નો સ્પોર્ટ્સ ગેમ્સ માટે જગ્યા છે. આ ૧૫માંથી ૧૦ એ તાજેતરમાં જ આ ગેમ્સની યજમાની કરી છે અથવા તેઓ ૨૦૪૦ સુધીમાં ગેમ્સની યજમાની માટે રસ ધરાવે છે.”
તેમને જણાવ્યું કે, આ ૧૫માંથી ૨ સમિતિ પાસે હવે ફેબ્રુઆરીમાં યોજાનારી વિન્ટર ગેમ્સ અને ૫ સમિતિ પાસે માર્ચમાં યોજાનારી પેરાલિમ્પિક્સ માટે જરૂરી વિશ્વસનીયતા નહીં રહે. એટલે કે ૨૦૪૦ સુધીમાં માત્ર ૧૦ નેશનલ ઓલમ્પિક્સ કમિટી જ રહેશે, જે વિન્ટર ઓલિમ્પિક્સની મેજબાની કરી શકશે. તેમને કહ્યું કે, “આ આંકડાઓથી એ પણ સ્પષ્ટ થઇ જાય છે કે આપણે વિન્ટર ગેમ્સ અને વિન્ટર સ્પોર્ટ્સ પર અસર કરતા ક્લાઈમેટ ચેન્જ અંગે ચર્ચા કરવી જરૂરી છે. ભવિષ્યના યજમાનોએ આ બાબતને પહેલેથી જ ધ્યાને લઇ લીધી છે.”
જણાવી દઈએ કે, બાચની અધ્યક્ષતાવાળા IOC એક્ઝિક્યુટિવ બોર્ડની ડબલ એવોર્ડની દરખાસ્તને રવિવારથી શરૂ થતી વાર્ષિક બેઠકમાં સંપૂર્ણ સભ્યપદ દ્વારા મંજૂરી પ્રાપ્ત કરવી આવશ્યક છે. થોમસે જણાવ્યું કે, “તેનું તાત્પર્ય રોટેશન સિસ્ટમ, કાર્યક્રમની ગોઠવણ, સ્નો ગેમ્સની આવશ્યકતાઓ અને અન્ય બાબતો પર વિચાર કરવાનું છે. આ ખૂબ જ જટિલ સમસ્યા છે અને તેની ચર્ચા કરવા માટે થોડો વધુ સમય જોઈશે. આ આગામી ૬ કે ૧૨ મહિનામાં પણ નહીં થઇ શકે. આ એક કારણ છે, પરંતુ જો આ મુખ્ય કારણ નથી તો શા માટે ભાવિ યજમાન કમિશન ૨૦૩૦ અને ૨૦૩૪ની વિન્ટર ઓલમ્પિક્સ માટે ડબલ રિલોકેશનની દરખાસ્ત કરી રહ્યું છે.”