ફાયર બ્રિગેડમાં પ્રસંશનીય સેવા આપનાર ચીફ ઓફિસર એમ એફ દસ્તુર થયા નિવૃત
ફાયર બ્રિગેડમાં સરાહનીય કામગીરી કરનારા ફાયર ચીફ ઓફિસર એમ.એફ દસ્તૂર ૩૧ જાન્યુઆરી ના રોજ નિવૃત્ત થયા હતા ત્યારે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો . તેમણે વર્ષો સુધી ફાયર બ્રિગેડમાં આપી છે પ્રસંશનીય સેવા. એમ એફ દસ્તુર એક એવું વ્યક્તિત્વ છે જ્યારે પોતાના કાર્યકાળ દરમિયાન અભૂતપૂર્વ ફરજ બજાવી છે. ફાયર બ્રિગેડમાં તેમણે કરેલા અકલ્પનીય કાર્યોની યાદ હંમેશા ફાયર બ્રિગેડના જવાનો ના દિલમાં જીવંત રહેશે. ફાયર ચીફ ઓફિસર એમ એફ દસ્તુર વર્ષો સુધી અમદાવાદ દાનપીઠ ખાતે સેવા આપી હતી. પોતાના કાર્યકાળ દરમ્યાન અનેક જટિલ રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યા હતા.
તેમની કાર્ય દક્ષતા ને સરકારે પણ પુરસ્કાર આપીને સન્માનિત કરી છે. એમ એફ દસ્તુરની નિવૃત્તિ ને યાદગાર બનાવવા માટે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા શાનદાર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદાય સમારંભ દરમિયાન ફાયર બ્રિગેડના તમામ જવાનો અને તેમના પરિવાર ઉપસ્થિત રહ્યા હતા .સ્ટાફના તમામ લોકોએ પુષ્પગુચ્છ અને ભેટ સોગાદ આપીને દસ્તુર ને સમ્માનિત કર્યા હતા.
ફાયર બ્રિગેડના જવાનોએ એમ એફ દસ્તુર ને ગાડીમાં બેસાડી દોરડા વડે ગાડી ને ખેંચી અભૂતપૂર્વ વિદાય આપી હતી. એમ એફ દસ્તુરની વિદાય વેળાએ અનેક ફાયર બ્રિગેડના જવાનોની આંખોમાં આંસુ આવી ગયા હતા.. તો બીજી તરફ દસ્તુર પણ તેમના સ્ટાફના પ્રેમ ને જાેઈને હરખથી અશ્રુ સાથે લાગણીશીલ બની ગયા હતા.એમ એફ દસ્તુર વર્ષો સુધી ફાયરબ્રિગેડમાં સેવા આપ્યા બાદ નિવૃત થયા છે. પણ તે ફાયરના જવાનોની યાદમાં હંમેશા જીવંત અને આદર્શ બનીને રહેશે.