રાજ્યમાં બે દિવસ હળવા વરસાદ સાથે વાવાઝોડાની સંભાવના
ગાંધીનગર :રાજ્યમાં બુધવાર અને ગુરુવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પરિણામે ૧૨થી વધુ પ્રદેશોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વાવાઝોડાની સંભાવના છે. અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, દાહોદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર અને વડોદરામાં બુધવારના રોજ, જ્યારે ભાવનગર, બનાસકાંઠા, બોટાદ અને સાબરકાંઠામાં ગુરુવારના રોજ વરસાદ પડવાની સંભાવના છે.સોમવારના રોજ સૌથી વધુ ૪૨.૬ ડિગ્રી સેલ્સિયસ સાથે રાજકોટ ગુજરાતનો સૌથી ગરમ જિલ્લો બન્યો હતો. ત્યારબાદ અમરેલીમાં ૪૨.૪ ડિગ્રી સેલ્સિયસ તેમજ અમદાવાદ અને કંડલા ૪૨.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે અગાઉ જણાવ્યું હતું કે, આગામી ત્રણથી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફારની અપેક્ષા નથી અને તેથી બુધવારના રોજ રાજ્યમાં મહત્તમ તાપમાન ૪૨-૪૩ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે.