યુપી-રાજસ્થાનમાં આંધી-તોફાનની સંભાવના

ચોમાસુ ગમે ત્યારે યુપીમાં દસ્તક આપી શકે છે. તે આગામી બે દિવસમાં યુપીને તેનુ ગંતવ્ય સ્થાન બનાવી શકે છે. હવામાન વિભાગે કહ્યુ છે કે આગામી પાંચ દિવસ યુપી, ઉત્તરાખંડ, બિહાર અને રાજસ્થાનમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યુ છે કે ઉત્તરાખંડમાં ૧૭ જૂને વાવાઝોડાની સંભાવના છે. આવી સ્થિતિમાં પોલીસે ટિ્‌વટ કરીને લોકોને ખરાબ હવામાનમાં મુસાફરી કરવાનુ ટાળવાની સૂચના આપી છે. રાજસ્થાનના ૧૧ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

ચોમાસાના કારણે મુંબઈ, ગોવા, કોંકણ, તમિલનાડુ, કર્ણાટક, આસામ, મેઘાલય, સિક્કિમમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર આગામી ૨૪ કલાક દરમિયાન આસામ અને મેઘાલયમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

સિક્કિમ, ઉત્તરપૂર્વ ભારતના બાકીના ભાગો, બિહારના ભાગો, પૂર્વ મધ્ય પ્રદેશ, કેરળના ભાગો, દરિયાકાંઠાના કર્ણાટક, રાયલસીમા, લક્ષદ્વીપ અને તમિલનાડુમાં એક કે બે જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, દિલ્હી , ઉત્તર અને ઉત્તરપૂર્વ રાજસ્થાન અને ઉત્તર મધ્ય પ્રદેશના ભાગોમાં ધૂળની ડમરીઓ અને ભારે વરસાદ પડી શકે છે.બુધવારે રાતથી દિલ્લી-એનસીઆરમાં વરસાદ થઈ રહ્યો છે. વળી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે દેશના બીજા રાજ્યોમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે કહ્યુ છે કે આજથી યુપીમાં પ્રી-મોનસુન ગતિવિધિઓ પ્રારંભ થઈ શકે છે. તેણે યુપી, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં ભારે વરસાદનુ એલર્ટ જાહેર કર્યુ છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news