કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે “એક પેડ માં કે નામ” – દેશવ્યાપી અભિયાવ અંતર્ગત સિદ્ધપુર ખાતે વૃક્ષારોપણ કર્યું

પાટણઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શરૂ થયેલ “એક પેડ માં કે નામ” – દેશવ્યાપી અભિયાન અંતર્ગત કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સિદ્ધપુરના ગોકુલ પરિસર ખાતે વૃક્ષારોપણ કર્યું હતુ.

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ગોકુલ પરિસરમાં પાંચ છોડ વાવ્યા હતા. જેમાં એક છોડ મારા માતૃશ્રી પ.પૂ.બા.શ્રી હંસાબાને સમર્પિત,  એક છોડ જીવસૃષ્ટિને પોષણ આપનાર ધરતીમાતાને સમર્પિત, એક છોડ જીવસૃષ્ટિને સંતૃપ્ત કરનાર નદી માતાને સમર્પિત, એક છોડ માનવીને પોષનાર ગૌ માતાને સમર્પિત અને એક છોડ માતૃભૂમિ – ભારતમાતાને સમર્પિત કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે ઉપસ્થિત અનિતાબેન પટેલ, દશરથભાઈ પટેલ, જશુભાઈ પટેલ, વિક્રમસિંહ ઠાકોર, સુષ્માબેન રાવલ, ભરતભાઈ મોદી, કમલેશભાઈ પટેલ, સરોજબેન મોદી, શૈલેષભાઈ પંચોલી, સુરપાલસિહ રાજપૂત એમ સર્વને વૃક્ષારોપણ કરી અભિયાનને આગળ ધપાવવા અને “હરિયાળું સિદ્ધપુર” બનાવવા અપીલ કરી.