કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે આજ રોજ વર્લ્ડ સ્કિલ ડે નિમિતે રાજ્ય કક્ષાના ઉમેદવારોને ચેક, મેડલ્સ અને પ્રમાણપત્ર વિતરણ કરાયું

ગાંધીનગરઃ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ૨૦૧૪ માં ૧૫ જુલાઈને “વર્લ્ડ યુથ સ્કીલ ડે” તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. જે દિવસે યુવાનોને રોજગાર, યોગ્ય કાર્ય અને ઉદ્યોગસાહસિકતા માટે કૌશલ્યોથી સજ્જ કરવાના વ્યૂહાત્મક મહત્વની ઉજવણી કરવામાં આવે છે.

વર્ષ ૨૦૨૪ના વર્લ્ડ યુથ સ્કીલ ડેની થીમ “શાંતિ અને વિકાસ માટે યુવા કૌશલ્ય” મુજબ  તે શાંતિ નિર્માણ અને સંઘર્ષના નિરાકરણમાં યુવાનોની નિર્ણાયક ભૂમિકાને રેખાંકિત કરે છે. વર્લ્ડ સ્કીલ એસોસિયેશન દ્વારા વર્લ્ડ સ્કીલ સ્પર્ધાનું દર બે વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આયોજન થાય છે. જે અનુસંધાને રાજયના યુવાઓમાં કૌશલ્ય શિક્ષણ પ્રત્યે અભિગમ કેળવાય અને રૂચિ વધે તે માટે ભારત સરકારના મિનિસ્ટ્રિ ઓફ સ્કીલ ડેવલોપમેન્ટ એન્ડ આંત્રપ્રિન્યોરશીપ મંત્રાલય હસ્તકના નેશનલ સ્કીલ ડેવલેપમેન્ટ કોર્પોરેશન (NSDC), દિલ્હી અને ઈન્ડસ્ટ્રીઝ પાર્ટનરના સહયોગથી રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન (જી.એસ.ડી.એમ.) દ્વારા એન.એસ.ડી.સી.ની ગાઈડલાઈન મુજબ ઇન્ડિયા સ્કીલ સ્પર્ધા-૨૦૨૪નું ગુજરાત રાજ્યમાં જિલ્લા લેવલ, ઝોન લેવલ અને રાજ્ય લેવલ એમ ત્રણ લેવલમાં આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રાજ્ય કક્ષાનાં ૨૩ પસંદગી પામેલ ઉમેદવારો કે જેઓ નેશનલ કક્ષાએ દિલ્હી, કર્ણાટક અને ગુજરાત ખાતે યોજાયેલ અલગ અલગ સ્કીલ સ્પર્ધામાં ભાગ લેવા ગયેલ જેમાં રાજ્ય કક્ષામાં ગુજરાત રાજયના ૦૨ સ્પર્ધકોને ગોલ્ડ મેડલ , ૦૨ સ્પર્ધકોને સીલ્વર મેડલ, ૦૨ સ્પર્ધકને બ્રોન્ઝ મેડલ, તેમજ ૦૭ સ્પર્ધકોને મેડલ ઓફ એક્સેલન્સ એમ કુલ ૧૩ સ્પર્ધકોએ મેડલ મેળવેલ છે.

ઈન્ડસ્ટ્રી ૪.૦માં નેશનલ કક્ષાએ ગોલ્ડ મેળવનાર ગુજરાત રાજ્યના ૨ સ્પર્ધકો આગામી વર્લ્ડ સ્કીલ કોમ્પિટિશનમાં ભાગ લેવા ફ્રાંસના લિયોન શહેર ખાતે જવાના છે.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે આજ રોજ વર્લ્ડ સ્કિલ ડે નિમિતે રાજ્ય કક્ષાના ૨૩ વિજેતા ઉમેદવારોને ચેક અને પ્રમાણપત્ર તથા ૧૨ ઉમેદવારો કે જે નેશનલ કક્ષાનાં વિજેતાઓ છે તેઓને મેડલ્સ અને પ્રમાણપ્રત્ર વિતરણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં વિભાગના અધિક મુખ્ય સચિવ, ડો.અંજુ શર્મા નિયામક કૌશલ્ય વિકાસ અનુપમ આનંદ તેમજ નિયામક રોજગાર અને તાલીમ ગાર્ગી જૈન આ તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયો.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news