બ્રેકિંગઃ દહેજના સેઝ-2માં આવેલી રોહા ડાયકેમના પ્લાન્ટના વેરહાઉસમાં લાગી આગ, આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ
ભરૂચઃ દહેજના સેઝ-2માં આવેલી એક કંપનીમાં આગની ઘટના બનવા પામી છે. આજે બપોરે 2 વાગ્યાની આસપાસ આગનો બનાવ બનવા પામ્યો હતો. હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો ચાલુ છે.
વિગત પ્રમાણે, દહેજ ફેઝ-2માં આવેલી રોહા ડાયકેમ કંપનીમાં બપોરે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. પ્લાન્ટમાં આવેલા વેરહાઉસમાં લાગેલી આગના કારણે ધૂમાડાના ગોટેગાટા આકાશમાં જોવા મળ્યા, જેને દૂર-દૂરથી જોઈ શકાય છે. આગની ઘટનાની જાણ થતા અધિકારીઓ સહિતનો ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. 6 ફાયર વ્હિકલ સાથે ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ઘરવામાં આવી રહ્યાં છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે આગ પર ઝડપથી કાબૂ મેળવી લેવામાં આવશે.
રોહા ડાયકેમ પ્લાન્ટમાં આવેલા વેરહાઉસમાં આગ કેવી રીતે લાગી તે વિશેની કોઈ માહિતી હાલ પ્રાપ્ત નથી. આગની આ ઘટનામાં હાલમાં કોઈ જાનહાની થઈ હોઇ તેવી માહિતી પ્રાપ્ત નથી.
दहेज फेज-2 स्थित रोहा डाइकेम कंपनी में आज दोपहर आग लगने की घटना हुई। प्लांट के एक गोदाम में आग लगने से आसमान में धुएं का गुबार छा गया। मौके पर 6 फायर गाड़ियों के साथ पहुंची फायर ब्रिगेड द्वारा आग पर काबू पाने की कोशिश की जा रही है। #Bharuch #Fire #Dahej #Gujarat #Paryavarantoday pic.twitter.com/wUL7alrh0h
— ParyavaranToday (@paryavarantoday) July 23, 2023