બોટાદ પીજીવીસીએલ વર્ગ-૪ના કર્મચારીઓને વર્ગ-૩માં સમાવેશ કરવા કલેકટરને આવેદનપત્ર આપ્યું

ગુજરાત રાજ્યમાં વિવિધ પડતર માંગણીઓને લઈ અલગ અલગ સંગઠન અલગ અલગ કર્મચારીઓ આવેદનપત્રો આપી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે બોટાદ શહેરમાં આવેલા પીજીવીસીએલ કચેરી ખાતેના વર્ગ-૪ ના કર્મચારીઓ દ્વારા પણ વર્ષોથી પોતાની પડતર માંગણીઓને લઈને અનેકવાર રજૂઆત કરવામાં આવેલ છે. છતાં પણ તેમની રજૂઆતનો કોઈ ઉકેલ આવેલ નથી. જેને લઇ આજરોજ બોટાદ કલેક્ટર કચેરી ખાતે વર્ગ-૪ના પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા કલેક્ટરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અન્ય જે સરકારી કર્મચારીઓ છે તેમની જેમ જ તેઓ કામકાજ કરે છે. ત્યારે તેમને વર્ગ ૪માંથી વર્ગ ૩માં લેવામાં આવે. તેવી તેમની મુખ્ય માંગણીઓ ઊઠવા પામી છે. આજના આ આવેદનપત્રમાં ખૂબ જ મોટી સંખ્યામાં પીજીવીસીએલના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news