બર્ડ ફ્લૂની એન્ટ્રીથી આરોગ્ય તંત્ર થયું દોડતુઃએક કિમીની ત્રીજ્યાના વિસ્તારમાં કલમ ૧૪૪
અમદાવાદમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયા બાદ આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. સોલા વિસ્તારના દેવી પૂજક વાસના મરઘામાં બર્ડ ફ્લુ જોવા મળતા તેની આસપાસના એક કિલોમીટરની ત્રીજ્યાના વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત આ સ્થળની એક કિલોમીટરથી ૧૦ કિલોમીટર સુધી આવેલા વિસ્તારમાં પોલ્ટ્રીફોર્મ અને સંબંધિત પ્રવૃતિઓ પર નિયંત્રણ મુકવામાં આવ્યા છે.
પોલ્ટ્રીફાર્મમાં અન્ય પક્ષીઓ ન આવે તેની વ્યવસ્થા કરવા આદેશ અપાયા છે. તેમજ ખૂલ્લામાં મરઘાં વેચવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પોલ્ટ્રીફાર્મમાં કામ કરતા લોકોને પણ વિવિધ તકેદારી રાખવાની સૂચના જાહેરનામામાં આપવામાં આવી છે.અહીંના મરઘાંઓની વૈજ્ઞાનિક ઢબે કતલ કરવામાં આવશે. ઇંડા, ખાદ્યપદાર્શ અને અગારનો પણ વૈજ્ઞાાનિક ઢબે નિકાલ કરી આ વિસ્તારને જંતુમુક્ત કરવામાં આવ્યો છે.