બાઈડેનની ચેતવણી ક્લાઈમેટ ચેન્જથી ૧૦ કરોડ અમેરિકનો પર ખતરો

અમેરિકામાં તાજેતરમાં વાવાઝોડાના કારણે ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને લુસિયાનામાં ભારે તબાહી સર્જાઈ છે ત્યારે બાઈડને કહ્યુ છે કે, હવે ક્લાઈમેટ ચેન્જ અંગે સમજવાની જરુર છે. વાવાઝોડાથી પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત દરમિયાન બાઈડને કહ્યુ હતુ કે, હવે સમય આવી ગયો છે કે, આપણે વૈજ્ઞાનિકોને સાંભળવા પડશે. દુનિયા અને અમેરિકા ખતરા તરફ આગળ વધી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે, ક્લાઈમેટ ચેન્જને લઈને કેટલાક સમયથી ચેતવણી આપવામાં આવી રહી છે અને હવે તેના જોખમો હકીકતમાં ફેરવાઈ રહ્યા છે. હવામાનમાં બદલાવથી દસ કરોડ અમેરિકન નાગરિકો મુશ્કેલીમાં મુકાવાના છે. જો અત્યારથી કશું કરવામાં નહીં આવ્યુ તો આપણી પાસે પાછળથી કોઈ સમય નહીં હોય અને આપણે કશું નહીં કરી શકીએ.

ઉલ્લેખનીય છે કે, ઈડા નામના વાવાઝોડાથી અમેરિકાના ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને લુસિયાના રાજ્યોમાં ભારે તબાહી સર્જાયેલી છે. આ તોફાનથી ન્યૂયોર્કમાં ૬૦ લોકો મોતને ભેટયા છે અને અબજો ડોલરનુ નુકસાન થયુ છે.અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને દેશના લોકોને હવામાનમાં થઈ રહેલા બદલાવને લઈને ચેતવણી આપી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news