ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા

ગુજરાતના રાજયપાલ દ્વારા નવનિયુકત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરાવડાવ્યા હતા. બરોબર 2-20 મિનિટે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીશ્રી તરીકેના પોતાના હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા હતા. શપથ ગ્રહણ કર્યા બાદ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા-અભિનંદન પાઠવ્યા હતા. દાદાના હુલામણા નામથી ઓળખાતા ભૂપેન્દ્ર પટેલે રાજયના નવા મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા. મુખ્યંમત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા બાદ શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજયપાલ, કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સહિતના મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવોને સાદર નમન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

શપથવિધિ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રીશ્રી દર્શનાબહેન જરદોશ, પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવીયા, પુરૂષોત્તમ રૂપાલા, ગોવાથી મુખ્યમંત્રીશ્રી પ્રમોદ સાંવત, હરિયાણાથી મુખ્યમંત્રીશ્રી મનોહરલાલ ખટ્ટર સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા

ગુજરાત સહિત દેશભરમાંથી આવેલા 500 જેટલા આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ બાદ પ્રોટોકોલ મુજબ, બેન્ડ દ્વારા રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news