ભૂમિ પેડણેકરે પર્યાવરણને બચાવવાના અભિયાનનો પ્રારંભ કર્યો

ભૂમિ પેડણેકરના મતે જળવાયુ પરિવર્તન માટે ખુલ્લા મંચ પર ચર્ચા કરવી અનિવાર્ય છે. પર્યાવરણના સંરક્ષણ માટે લોકોને શિક્ષિત કરવા બનતા તમામ પ્રયાસો કરવા જરૂરી છે.  તેણે ઉમેર્યું કે ધરતીને બચાવવા માટેના પ્રયાસમાં તેના વિચારો સાથે સહમત હોય તેવા સાથીદારો આ અભિયાનમાં તેની સાથે જાેડાશે તેવી તેને આશા છે.

પેડણેકર ઉમેરે છે કે રેડિયો પરના મારા કાર્યક્રમથી હું લોકોને આ સમસ્યા બાબતે વિચારતા કરી દઈશ અને ક્લાઈમેટ વોરિયર્સ સાથે સંવાદ સાધીશ.સામાજિક કાર્યોમાં હમેંશા અગ્રેસર રહેતી ભૂમિ પેડણેકરે પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન બાબતે સમગ્ર દેશમાં પ્રશંસા પામેલા ક્લાઈમેટ વોરિયર અભિયાનનો આરંભ કર્યો છે. આ સોશ્યલ મીડિયા પરની પહેલમાં દેશભરમાં પર્યાવરણવાદીઓ અને નાગરિકોના જૂથે કરેલા અદ્ભુત કાર્યો વિશે જાણકારી આપવામાં આવશે.

આ અભિયાનની આગેવાની લઈ રહેલી પેડણેકરે જણાવ્યું કે આપણી પાસે સમય ઓછો છે અને આગામી પેઢીને આપણે જાેખમમાં ન મુકી શકીએ. પોતાના સોશ્યલ મીડિયામાં ચાહકોની સંખ્યાનો ઉપયોગ કરીને પેડણેકર દેશમાં ઝડપથી બદલાઈ રહેલા વાતાવરણ વિશે ગંભીર ચર્ચા કરશે. પેડણેકર રાષ્ટ્રીય રેડિયો પર પણ આ બાબતે ચર્ચા કરીને વિશાળ વર્ગને સંબોધન કરશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news