ભરૂચઃ અંકલેશ્વર જીઆઈડીસીમાં ગેસ ગળતરની ઘટનામાં પીળા રંગના ધૂમાડાથી ફેલાતા સ્થાનિકોમાં ગભરાટ

અંકલેશ્વરઃ ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એક કંપનીમાં ગેસ ગળતરની ઘટનાથી ગભરાટ ફેલાયો હતો. કેમિકલ લિકેજ થતાં પીળા રંગના ઘાટા ધૂમાડાના ગોટા હવામાં ફેલાતા સ્થાનિકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

વિગત પ્રમાણે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કેમક્રેક્ષ એન્ટરપ્રાઇઝ કંપનીના પ્લાન્ટમાં ગેસ લિકેજનો બનાવ બનવા પામ્યો હતો. કેમિકલ લિકેજથી પીળા રંગના ધૂમાડાઓ બહાર ફેલાતા લોકોમાં ગભરાટ ફેલાયેલો જોવા મળ્યો હતો.

બનાવની વિગત જોઈએ તો કંપનીમાં આજે રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન અચાનક પ્લાન્ટમાંથી પીળા રંગનો ધૂમાડો બહાર તરફ ફેલાયેલો જોવા મળ્યો હતો, જેને લઇને ગભરાટ ફેલાતા દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા અંકલેશ્વર ડીપીએમસીના ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ પહોંચી હતી.

ઘટનાને લઇને સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ આદરી દીધી હતી. કંપનીમાં કેમિકલ પ્રોસેસ દરમિયાન દબાણ વધી જતા ગાસકેટ ફાટી જતા વિક નાઇટ્રેટ એસિડ ગેસ લિકેજ થયો હોવાની પ્રાથમિક વિગત સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની તપાસમાં જાણવા મળી રહ્યું છે. જોકે, સદનસીબે બનાવ બન્યાની ગણતરીના જ સમયમાં જ સ્થિતિ પર કાબૂ મેળવી લેવાયો હતો અને આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી..

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news