બારડોલીના MLA ની મહિલાઓને ‘ધ કેરળ સ્ટૉરી’ ફ્રી બતાવવાની જાહેરાત, કઇ તારીખ સુધી ફ્રી જોઇ શકાશે શૉ ? જાણો

વિવાદોની વચ્ચે બૉલીવુડ ફિલ્મ ‘ધ કેરળ સ્ટૉરી’ ફિલ્મ વધુ સારુને સારુ પરફોર્મન્સ કરી રહી છે, બૉક્સ ઓફિસ પર ‘ધ કેરળ સ્ટૉરી’નો જલવો યથાવત છે, ત્યારે આ બધાની વચ્ચે હવે ગુજરાતમાં પણ આ ફિલ્મને નેતાઓ દ્વારા ફ્રીમાં બતાવવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. જુનાગઢ બાદ હવે બારડોલીમાં ધારાસભ્યએ ‘ધ કેરળ સ્ટૉરી’ની મહિલાઓ માટે ફ્રીમાં બતાવવાની જાહેરાત કરી છે.

માહિતી પ્રમાણે, ‘ધ કેરળ સ્ટૉરી’ ફિલ્મ હવે બારડોલીમાં મહિલાઓ ફ્રીમાં જોઇ શકશે. બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારે મહિલાઓ, બહેન અને દીકરાઓને ‘ધ કેરળ સ્ટૉરી’ ફિલ્મ નિઃશુલ્ક બતાવવાની જાહેરાત કરી છે, આ ફિલ્મ મહિલાઓ માટે બારડોલીના થિએટર્સમાં ૧૧, ૧૨, અને ૧૩ મેના રોજ ફ્રી રહેશે. આજથી તેની શરૂઆત થઇ ચૂકી છે અને મોટી સંખ્યામાં મહિલાઓ ફિલ્મ નિહાળી રહી છે. યુવા પેઢીને લવજેહાદ અને આતં કવાદી જેવી પ્રવૃત્તિઓથી બચાવવા અને સતર્ક રાખવા માટેનો ધારાસભ્યનો અનોખો પ્રયાસ છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news