સુરેન્દ્રનગરના એઆરટીઓએ ૬૦૦ કિમીની સાઇકલયાત્રા ૩૭ કલાકમાં પૂર્ણ કરી

સુરેન્દ્રનગર આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા ૫૮ વર્ષીય એઆરટીઓએ હિંમતનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની ૬૦૦ કિમીની સાયકલ યાત્રામાં ભાગ લીધો હતો. આ યાત્રા પુરી કરવાની સમયમર્યાદા ૪૦ કલાકની હતી તેના બદલે ૩૭ કલાકમાં જ પુરી કરી હતી. આજે દર ૪ વર્ષે યોજાતી પેરિસની સાયકલયાત્રા માટે ક્વોલીફાય કરતાં ૨૦૨૨માં ભાગ લેશે. સુરેન્દ્રનગર આરટીઓ કચેરીમાં એઆરટીઓ તરીકે ફરજ બજાવતા ૫૮ વર્ષીય ટી.વી.દાંત્રોલીયા ૨૩ જાન્યુઆરીએ રમતગમતને પ્રોત્સાહન આપવા માટે હિંમતનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની ૬૦૦ કિમીની સાયકલ યાત્રા યોજાઇ હતી. જે ૪૦ કલાકમાં પૂર્ણ કરવાની હતી. જે પૂર્ણ કરનારા સ્પર્ધક પેરિસમાં દર ૪ વર્ષે યોજાતી બ્રેસ્ટ પેરિસ સાયકલ યાત્રા માટે ક્વોલીફાય કરી શકતા હતા.

ત્યારે ટી.વી.દાંત્રોલીયાએ ૩૭ કલાકમાં જ પુરી કરી ૨૦૨૨માં યોજાનાર પેરીસની સાયકલ યાત્રા માટે ક્વોલીફાય કર્યું હતું. એઆરટીઓ ટી.વી.દાંત્રોલીયા માત્ર સાયકલીંગ જ નહી તે સિવાય એડવેન્ચર સ્પોર્ટસમાં રૂચી ધરાવે છે. જેમાં તેમણે એવરેસ્ટ બીસીનું ૫૪૦૦ મીટરનું ટ્રેકીંગ, ૨૦ કિમી હોર્સ રાઇડીંગ સ્પર્ધામાં ગુજરાતમાં બીજો નંબર મેળવ્યો હતો. આજના ફાસ્ટ યુગમાં નોકરી અને ધંધાના કારણે લોકો શારીરીક તંદુરસ્તી અને રમતગમતોથી અળગા થઇ રહ્યાં છે.

જેના કારણે નાની ઉંમરમાં અનેક રોગના શિકાર બને છે તેમજ સમય ન હોવાના પણ બહાના કાઢતા હોય છે ત્યારે હું મારી ફરજ નિયમિત બજાવવા ઉપરાંત આવી રમતોમાં તો ભાગ લઉં જ છું સાથે સાથે રોજ ૫૦ કિમીની સાયકલ યાત્રા અને ૧૦ કિમીનું ફાસ્ટ વોકીંગ પણ કરૂ છું થોડા સમય પહેલા દાહોદથી સુરેન્દ્રનગર બદલી થતાં ૩૫૦ કિમીનું અંતર પણ સાયકલ પર પૂર્ણ કર્યું હતું.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news