અમદાવાદમાં વેસ્ટ રિવરફ્રન્ટ પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી

વેસ્ટ રિવરફ્રન્ટ પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ગઈકાલે રિવરફ્રન્ટ પર પોતાના દીકરા સાથે ફરવા આવેલ એક દંપત્તિ સાથે દુર્ઘટના ઘટી હતી.. હકિકતમાં જ્યારે આ દંપત્તિ રિવરફ્રન્ટમાં બેઠું હતું ત્યારે તેમનો દીકરો નદીમાં પડી ગયો હતો. જે બાદ પોલીસે બોટ મારફતે રેસ્ક્યુ કરી સુરક્ષિત રૂપે બહાર કાઢ્યો હતો.આ અંગે વિગતે વાત કરીએ તો મહંમદ જુબેર ગુલામ મુસ્તુફા શેંખ નામના વ્યક્તિ પોતાની પત્ની ફરહોના તથા ૩ વર્ષના દિકરા મહંમદ યુહાન સાથે રીવરફ્ર્ન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિવરફ્ર્ન્ટ વોક-વેના ભાગે ફરવા માટે આવ્યા હતા.

સ્કાઈલાઈન નજીક સરદાર બ્રિજ નીચે રિવરફ્ર્ન્ટની બેઠક ઉપર બેઠેલ હતા, તે સમયે વખતે નાનો દીકરો મહંમદ યુહા રમકડા સાથે રમતો હતો. તે દરમિયાન રમકડું સાબરમતી નદીમાં પડતા બાળક પણ સાબરમતી નદીમાં પડ્યું. જેને બચાવવા બાળકની માતા ફરહોના તથા પિતા મહંમદ જુબેર પણ નદીમાં પડ્યા, પરંતુ તેઓને તરતા આવડતુ ન હતુ. જેથી તેઓ ડુબવા લાગ્યા. આ વખતે જ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનની પી.સી.આર. ગાડીના ઓ.એસ.ડી. ભરત ગંભુભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ અરવીંદભાઇ મોતીભાઇએ રસો નાખી બચાવવાનો પ્રયાસ કર્યો. તે દરમ્યાન રીવરફ્ર્ન્ટ તરફથી રાખવામાં આવેલ બોટ તાત્કાલિક બોલાવી સહી સલામત નદીના પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.આમ ત્રણેયનો જીવ બચાવી ઉત્તમ કામગીરી કરી હતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news