મધ્ય ગુજરાત છોડી રાજ્યમાં ઠંડી સાથે કમોસમી વરસાદની પણ આગાહી

અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા ૮ જાન્યુઆરીથી સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર અને બોટાદ તેમજ ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, બનાસકાંઠા, દક્ષિણ ગુજરાત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે હાલ અમદાવાદ, ગાંધીનગર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નથી.

૯ જાન્યુઆરીએ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. ૧૦ જાન્યુઆરીનાં રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાનાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. રાજ્યમાં ઠંડી સાથે કમોસમી વરસાદની પણ આગાહી છે. હવે આવતીકાલથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટશે. ૭ જાન્યુઆરી બાદ વાતાવરણમાં મોટો પલટો આવશે. ૮, ૯, ૧૦ જાન્યુઆરીએ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતના ૧૯ શહેરોમાં તાપમાન ૧૬ ડિગ્રી આસપાસ નોંધાયું છે. ૯.૯ ડિગ્રી તાપમાન સાથે કેશોદ સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો હંમેશા ઠંડુગાર રહેતુ નલિયા બીજા ક્રમે આવી ગયું છે.

મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ગુજરાતના ૨૦ શહેરોમાં તાપમાનનો પારો ૧૫ ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો સહન ન થાય તેટલો ગગડી ગયો છે. વિવિધ શહેરોમાં તાપમાન ૧થી ૨ ડિગ્રી જેટલું ઘટ્યું છે. ૨૦ શહેરોમાં તાપમાન ૧૫ ડિગ્રી આસપાસ નોંધાયું છે. તો ૯ ડિગ્રી તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news