અમેરિકી વૈજ્ઞાનિકનો ખુલાસો કહ્યું, “વુહાન લેબની સાથે કામ કર્યું, કોરોના ત્યાંથી લીક થયો…”

ખુલાસો કર્યો છે. કર્મચારીએ દાવો કર્યો છે કે કોવિડ વાયરસ જેનેટિકલી એન્જિનિયર્ડ હતો. તેમણે કહ્યું કે આ વાયરસ વુહાન લેબથી લીક થયો હતો. ઇકોહેલ્થ એલાયન્સના પૂર્વ ઉપ પ્રમુખ ડો. એન્ડ્રયૂ હફનો દાવો છે કે તેમને ઈતિહાસની સૌથી મોટી વિભીષિકામાંથી એક અન્ય ૯/૧૧ બાદ સૌથી મોટી અમેરિકી ઇન્ટલિજન્સ નિષ્ફળતા વિશે ઘણી બધી જાણકારી છે. તેમણે વુહાન ઇન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીથી આ વાયરસના લીક થવાનો આરોપ પણ લગાવ્યો. કોરોના મહામારીની શરૂઆતથી અમેરિકી તંત્ર આ વાયરસના લીક થવાનું ઠીકરૂ ચીન પર ફોડતું રહ્યું છે. પરંતુ ચીને હંમેશા આ આરોપોનું ખંડન કર્યું છે.  ડો એન્ડ્રયૂ હફે પોતાના પુસ્તક ધ ટ્રૂથ અબાઉટ વુહાનમાં દાવો કર્યો છે કે કોરોના મહામારી ખતરનાક જેનેટિક એન્જિનિયરિંગનું પરિણામ હતી.

આ લેબને અમેરિકી સરકાર પાસેથી મોટી માત્રામાં ફંડ મળ્યું હતું. તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું કે ઈકોહેલ્થ એલાયન્સ અને વિદેશી લેબની પાસે યોગ્ય જૈવ સુરક્ષા, બાયો સિક્યોરિટી અને રિસ્ક મેનેજમેન્ટ માટે પર્યાપ્ત નિયંત્રણના ઉપાય નહોતા. તેના પરિણામ સ્વરૂપે વુહાન ઇન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીની લેબથી આ ખતરનાક વાયરસ લીક થયો હતો. ડો હફે ૨૦૧૪થી ૨૦૧૬ સુધી ઇકોહેલ્થ એલાયન્સમાં કામ કર્યું હતું. ૨૦૧૫માં તેમને કંપનીના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તે અમેરિકી સરકારના વૈજ્ઞાનિક તરીકે આ રિસર્ચ પ્રોગ્રામ પર સીક્રેટ રીતે કામ કરી રહ્યાં હતા. તેમણે જણાવ્યું કે ઇકોહેલ્થ એલાયન્સ, નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થથી પ્રાપ્ત ફન્ડિંગ દ્વારા દસ વર્ષથી વધુ સમયથી ચામાચીડિયામાં મળનાર અલગ-અલગ પ્રકારના કોરોના વાયરસનો અભ્યાસ કરી રહ્યો હતો. આ કામ કરવા દરમિયાન તેમના અને ચીનની વુહાન લેબ વચ્ચે ખુબ ઘનિષ્ઠ સંબંધ બની ગયા હતા. તેમણે દાવો કર્યો કે ચીન પહેલા દિવસથી જાણતું હતું કે કોરોના વાયરસ જેનેટિકલી એન્જિનિયર્ડ વાયરસ છે.

તેમણે કહ્યું કે ચીનના ખતરનાક જૈવ ટેક્નોલોજીના હસ્તાતંરણ માટે અમેરિકી સરકાર પણ દોષી છે. ધ સન સાથે વાત કરતા ડોક્ટર હફે કહ્યું કે મેં જે જોયું તેનાથી હું ડરી ગયો હતો. આપણે તેને જૈવિક હથિયારની તકનીક સોંપી દીધી હતી. પોતાના પુસ્તકમાં તેમણે દાવો કર્યો કે કેટલાક લાલચી વૈજ્ઞાનિકોએ દુનિયાભરમાં લાખો લોકોને મારી નાખ્યા. તેમણે કહ્યું કે કોઈને આશ્ચર્ય થવું ન જોઈએ કે ચીનીઓએ SARS-CoV-2 ના પ્રકોપ વિશે જૂઠ બોલ્યું હતું.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news