નિરમા કેમિકલ્સમાં મોટો અકસ્માત, બેના મોત, ત્રણ ઘાયલ
પોરબંદરમાં નિરમા કેમિકલ્સમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. કંપનીમાં કામ કરતી વખતે ડોલ તૂટી જતાં એક એન્જિનીયરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત વેલ્ડરને સારવાર માટે લઇ જતા મોત નીપજ્યું હતુ. તો અન્ય ત્રણ લોકોને ઇજા થતાં પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં તબીબી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ મહિનામાં આ બીજી ઘટના છે. કુલ પાંચ વ્યક્તિઓ કંપની પ્લાન્ટમાં કામ કરી રહ્યા હતા અને અચાનક ડોલ તૂટી ગઈ. એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત અને એકનું સારવાર માટે લઇ જતા દરમિયાન મોત થયું હતું અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.
પ્રાથમિક તપાસ દરમિયાન ઉદ્યોગ સલામતી નિરીક્ષકને જાણવા મળ્યું કે કામદારો માટે સલામતીનાં પગલાં યોગ્ય રીતે ઉપલબ્ધ નથી તેથી ઉદ્યોગ સલામતી નિરીક્ષકે કંપની બંધ કરવાનો આદેશ આપ્યો. આ કંપનીમાં એક મહિના પહેલા 2 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા. 2 મહિનામાં કુલ 4 લોકો માર્યા ગયા.