ગીરગઢડામાં જંગલની હદમાંથી ગેરકાયદે લાકડા ભરેલો ટ્રક ઝડપાયો

ગીરગઢડાના ફુલકા ગામની હદ વિસ્તારમાં આવેલ જંગલમાંથી ગેરકાયદેસર રીતે ત્રણ શખ્સો દ્રારા લાકડા કાપી અને ટ્રકમાં ભરી લઇ જઇ હેરાફેરી કરતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે વનવિભાગ સ્થળ પર પહોંચી જઇ લાકડા ભરેલ ટ્રકના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ભાવેશ રામભાઇ સોલંકી, કેસવ રામ સોલંકી રહે.

ગરાળ તેમજ ટ્રક ડ્રાઇવર મહીપતસિંહ ધીરૂભાઇ પરમાર રહે. મોઠા આ તમામ શખ્સોએ તાલુકાના ફુલકા ગામે જંગલની હદમાં લાકડા જલાવ બળતણ ગેરકાયદેસર લાકડા કાપી કટકા કરી ટ્રક નં.જીજે ૧૩ ડબ્લ્યુ ૧૧૨૩ માં ભરી લઇ જઇ રહ્યાં હતા. જે હેરફેરીની બાતમીના આધારે વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જેમાં ગેરકાયદે ટ્રકમાં ભરેલા સાડા પાંચ ટન લાકડા જેની કિમત રૂ.૨૫,૦૦૦, ટ્રક કિ.રૂ.૪ લાખ તેમજ દંડ રૂ.૬ હજાર કુલ મળી રૂ.૪.૩૧ લાખનો મુદામાલ વનવિભાગે કબ્જે કર્યો હતો. જેમાં ડ્રાઇવર સહિત ત્રણ શખ્સો સામે ભારતીય અધિનિયમનમી ૧૯૨૭ના નિયમ મુજબ ગુનો નોધી ટ્રક અને લાકડા સાથેના મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news