રાજકોટમાં નિરાલી રિસોર્ટમાં અચાનક આગ લાગતા આઠ કર્મચારી ગંભીર રીતે દાઝ્‌યા

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટમાં પાછળના રૂમમાં અચાનક આગ લાગતા કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઇ હતી. જોકે આ ઘટનામાં રિસોર્ટના ૮ કર્મચારી ગંભીર રીતે દાઝ્‌યા છે અને તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી. આગ લાગવા પાછળનું કારણ પણ અકબંધ છે. આગ લાગી કે કોઇએ લગાડી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં રૂમનો દરવાજો બહારથી બંધ હતો.

નિરાલી રિસોર્ટમાં નોકરી કરનાર કર્મચારીઓ રાતના રૂમમાં સૂતા હતા ત્યારે અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. તેમ છતાં પણ ૮ કર્મચારી દાઝી જતા તમામને સિવિલ હોસ્પિટલના બન્સ વિભાગમાં ખસેડવામાં આવ્યા છે. દાઝેલા તમામ કર્મચારી રાજસ્થાનના ડુંગરપુરના વતની છે. તેઓ ઘણા સમયથી આ રિસોર્ટમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે.

પોલીસનું પ્રાથમિક તારણ એવું પણ છે કે, નાનકડી ઓરડીમાં શોર્ટ સર્કિટ થવાથી આગ ભભૂકી હોય શકે છે. અંદર કપડા, ગાદલા પણ પડ્યા હતા તેના કારણે આગ વધુ ફેલાઇ ગઇ હશે. અથવા તો ચાર પાંચ મોબાઇલ એક સાથે ચાર્જમાં રાખ્યા હોય તેમાં શોર્ટ સર્કિટ થતાં કે મોબાઇલની બેટરી ફાટવાથી આગ લાગ્યાની પણ શક્યતા નકારી શકાતી નથી. આમ છતાં હ્લજીન્ની મદદ લઇ આગ કંઇ રીતે લાગી તે જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

રિસોર્ટમાં કામ કરતા અને રિસોર્ટની પાછળના રૂમમાં રહેતા કર્મચારીઓનો સામાન આગમાં ખાખ થઇ ગયો છે. આગ લાગવા પાછળનું કારણ તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. સાથી કર્મચારીઓએ દાઝેલા કર્મચારીઓને મહા મુસીબતે રૂમની બહાર કાઢ્યા હતા. બહાર રૂમનો દરવાજો બંધ હોવાથી ધૂમાડાના ગોટાને કારણે ૮ કર્મચારીઓને ગુંગળામણ થતા આગની ઝપેટમાં આવી ગયા હતા. રૂમનો દરવાજો બહારથી કોણે બંધ કર્યો તે તપાસનો વિષય છે.

દાઝેલા કર્મચારીઓના નામ

૧. રાજુભાઇ લબાના

૨. લોકેશ લબાના

૩.હિતેશ લબાના

૪. દેવીલાલ લબાના

૫. લક્ષ્મણ લબાના

૬. દિપક લબાના

૭. શાંતિપ્રસાદ લબાના

૮. ચિરાગ લબાના

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news