રશિયન હુમલા વચ્ચે યુક્રેનનાં ઓડેશા શહેરમાં સિરિયલ બ્લાસ્ટ થતા ધુમાડામાં ફેરવાયુ આખું શહેર
રશિયા-યુક્રેનના હુમલામાં કોઈ અચાનક કઈ મોટો સંકટ આવ્યો હોય તેવી સ્થિતિ હાલ યુક્રેનના ઓડેસામાં રશિયન સેનાએ યુક્રેનના ઘણા મોટા શહેરોમાંથી પીછેહઠ શરૂ કરી દીધી છે, પરંતુ હજુ પણ ઘણા વિસ્તારોમાં હુમલા ચાલુ છે. રવિવારે સવારે યુક્રેનના દક્ષિણ-પશ્ચિમ શહેર ઓડેશામાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા. સ્થાનિક સમય અનુસાર આ વિસ્ફોટો સવારે ૬ વાગ્યે શરૂ થયા હતા. વિસ્ફોટો બાદ આકાશમાં કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.
યુક્રેનના વ્યૂહાત્મક બ્લેક સી પોર્ટના ઔદ્યોગિક ભાગમાં જ્વાળાઓ સ્પષ્ટપણે વધતી જોવા મળી હતી. તસવીરોમાં જોઈ શકાય છે કે આખા આકાશમાં કાળો ધુમાડો છવાયેલો છે. રશિયન દળો વિસ્ફોટકો છોડશે તેવી આશંકા વચ્ચે યુક્રેનિયન દળોએ શનિવારે કિવના ઉત્તરીય પ્રદેશને ફરીથી કબજે કરવા સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યુ છે.
યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સકીએ ચેતવણી આપી હતી કે રશિયન સૈન્ય વિસ્તાર છોડીને નાગરિકો માટે ઘરોની આસપાસ શસ્ત્રો છોડીને અને મૃતદેહો છોડીને વિનાશક પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યું છે.જો કે તેમના દાવાઓ સ્વતંત્ર રીતે ચકાસી શકાયા નથી. યુક્રેનિયન સૈનિકોએ બુચા શહેરને સંભાળી લીધા બાદ હવે હોસ્ટોમેલમાં એન્ટોનવ એરપોર્ટના પ્રવેશ દ્વાર પર તૈનાત થયા છે. કિવની નજીક આવેલા બુચા શહેરમાં સ્થિતિ વણસી છે. શહેરના રહેવાસીઓએ અહેવાલ આપ્યો હતો કે રશિયન સૈનિકોએ કોઈપણ ઉશ્કેરણી વિના લોકોને મારી નાખ્યા. મળતી માહિતી મુજબ બુચામાં સામૂહિક કબરોમાં ૩૦૦ લોકોને દફનાવવામાં આવ્યા છે.
યુક્રેન અને તેના પશ્ચિમી સાથીઓએ કહ્યું છે કે રશિયા કિવની આસપાસ સૈનિકો પાછી ખેંચી રહ્યું છે અને પૂર્વ યુક્રેનમાં સૈનિકો એકત્ર કરી રહ્યું છે તેવા પુરાવા વધી રહ્યા છે. આ દરમિયાન ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગમાં એક નવું ઈન્ટરનેટ રેડિયો સ્ટેશન લગભગ ૩૦૦,૦૦૦ યુક્રેનિયન શરણાર્થીઓની રોજિંદી ચિંતાઓને દૂર કરવામાં મદદ કરવા સમાચાર અને માહિતી અને સંગીત પ્રદાન કરી રહ્યું છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ આ શરણાર્થીઓ અહીં આવીને વસ્યા છે.