ટ્રાફિકના નિયમન હેતુસર ટેક્સો ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા શાળામાં નાટક ભજવવામાં આવ્યું

વડોદરા: ટેક્સો ગ્લોબલ ફાઉન્ડેશન ગ્રામીણ ભારતમાં શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ તથા જાગૃતિ તેમજ પર્યાવરણની ગુણવત્તા સુધારવા ઓર્ગેનિક ઉત્પાદન માટે કામ કરતી સંસ્થા છે. સંસ્થામાં બાળકો માટે જુદા-જુદા કાર્યક્રમો તથા પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. જેના થકી બાળકો કાઇક નવું શીખી શકે.

હાલમાં, વડોદરાના મોટી સંખ્યાડ પ્રાથમિક શાળામાં બાળકો માટે નાટક યોજવામાં આવ્યું હતું. જે રોડ અને ટ્રાફિકના નિયમોનું માહિતી આપે છે. નાટક એવી જૂની કળા છે જેના થકી લોકોને મનોરંજન દ્વારા સંદેશ આપવામાં આવે છે. નાટક દ્વારા બાળકોને પોતાની સુરક્ષા તેમજ રસ્તાઓના કાયદા કાનૂનની માહિતી મળી હતી.

ટેકસો ગ્લોબલ ફાઉન્ડેશના ટ્રસ્ટી કિન્નરીબેન હરિયાણીના માર્ગદર્શક હેઠળ તથા અન્ય વોલન્ટીયરમાં હાજર મિહિર લખાની, દિજ્ઞા મેઘરાજની, અંકિત પરમાર અને ભાગ્યશ્રી કોરડે દ્વારા નાટક યોજવામાં આવેલ હતું. નાટકમાં ૧૦૦થી ૧૨૦ બાળકો તથા શિક્ષકોની હાજરીમાં યોજાયેલ હતું. હાજર શાળાના બાળકો તેમજ શિક્ષકોનો ખૂબ સારો અનુભવ રહ્યો. ટેક્સો ગ્લોબલ ફાઉન્ડેશને મોટી સંખ્યાડ શાળાના શિક્ષકો થકી ખૂબ પ્રશંસા તેમજ સહકાર મળ્યો હતો.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news