ડીસાને લંડન જેવું સ્વચ્છ અને સુંદર બનાવવા પ્રવિણ માળીનું વચન

ડીસામાં સાંઈબાબા મંદિર આગળ નવા ધારાસભ્યનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં શહેરીજનોએ ફૂલોનું કમળ આપી, ભવ્ય આતસબાજી કરી સન્માન કર્યું હતું. ધારાસભ્ય પ્રવીણ માળીએ ડીસાને લંડન જેવું બનાવવા માટેનું વચન આપ્યું હતું. ડીસામાં મોડી સાંજે સાયબા મંદિર આગળ નવા ધારાસભ્ય માળીનો સન્માન સમારોહ યોજાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ૪૨,૫૪૭ મતની લીડથી ધારાસભ્ય બન્યા છે. જેથી ડીસા વાસીઓ પણ તેમના સ્વાગત માટે ખૂબ જ ઉત્સાહી બન્યા હતા. ત્યારે આજે સાંઈબાબા મંદિર આગળ ધારાસભ્ય પ્રવિણ માળીનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં લોકોએ ફૂલોનું કમળ બનાવી તેમને આપી સન્માન કર્યું હતું. આ સાથે જ ભવ્ય આતશબાજી કરી વિજય ઉત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય પ્રવિણ માળીએ પણ ડીસા શહેરને પણ લંડન જેવું સ્વચ્છ અને સુંદર બનાવવાનું શહેરીજનોને વચન આપ્યું હતું.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news