૨થી ૧૪ ઓક્ટોબર દરમિયાન મોટું ચક્રવાત સક્રિય થવાનું અનુમાનઃ અંબાલાલ પટેલ

બંગાળાનું ચક્રવાત ૧૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકવાની શક્યતા

ગાંધીનગરઃ ગુજરાતમાં સપ્ટેમ્બર ધમાકેદાર રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાના મધ્યમમાં એવો વરસાદ વરસ્યો કે પૂર આવ્યું. ત્યારે હવે લોકોને ચિંતા નવરાત્રીની થઈ રહી છે. બંગાળના ઉપસાગરમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે અને ડિસેમ્બર સુધી સાયક્લોન બનતા રહેશે. આ વર્ષે ફરી નવરાત્રી પર પાણી ફરી જવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. નવરાત્રીમાં વરસાદ આવશે કે નહિ તેનું ટેન્શન થઈ રહ્યું છે.

રાજ્યમાં ૩૦ સપ્ટેમ્બર બાદ ચક્રવાત સક્રિય થશે જેની અસર વાતાવરણ પર જોવા મળશે. ગુજરાતમાં સપ્ટેમ્બર ધમાકેદાર રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાના મધ્યમમાં એવો વરસાદ વરસ્યો કે પૂર આવ્યું. ત્યારે હવે લોકોને ચિંતા નવરાત્રીની થઈ રહી છે. બંગાળના ઉપસાગરમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે અને ડિસેમ્બર સુધી સાયકલોન બનતા રહેશે. ૩૦ સપ્ટેમ્બરથી આ સ્થિતિ જોવા મળશે. ૨થી ૧૪ ઓક્ટોબર દરમિયાન મોટું ચક્રવાત સક્રિય થવાનું અનુમાન છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે. બંગાળના ઉપસાગરમાં ત્રણ ઓક્ટોબર આસાપસ એક સિસ્ટમ સક્રિય થશે. ૬થી ૯ ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. ઓક્ટોબરની શરૂઆતમાં આ સિસ્ટમના કારણે પૂર્વભાગમાં વરસાદ થશે. એક પછી એક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે.

આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે, આગામી સમયમાં પશ્ચિમ બંગાળાના ઉપસાગર અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. તારીખ ૩૦ સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં થાઇલેન્ડ બાજુ લો પ્રેસર બનશે. જે મજબૂત બનતા ૨ જી ઓક્ટોબર સુધી અરબસાગરમાં આવશે. ૧૨ ઓક્ટોબર સુધી વાવાઝોડું ભીષણ સ્વરૂપ લેશે. આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સટ્રિમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે છે. આ ૨૦૧૮ જેવું વાવાઝોડું બની શકે છે. આ સમયે અરબસાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. જેનો માર્ગ ઓમાન તરફ જઈ શકે તેવી શક્યતા જો કે તેનો માર્ગ જે તે સમયે જાણી શકાય છે. આ સમયે બંગાળાનું ચક્રવાત પ્રતિ કલાક ૧૫૦ કિમીની ઝડપે ફૂંકવાની શક્યતા છે.

આ વાવાઝોડાની અસર મધ્યપ્રદેશના ભાગોમાં થઇ ગુજરાતને પણ અસર કરશે. આ વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક ઉત્તર પૂર્વીય ભાગોમાં થશે. જ્યારે અરબ સાગરમાં ૨૧ સપ્ટેમ્બરથી સમુદ્રમાં હવામાન ફેરફાર થશે. આ ફેરફારને કારણે ૪થી ૧૨ ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર શરૂ થશે. આ સમય દરમિયાન મુંબઈ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. બંગાળના ઉપસગારમાં આવનારા વાવાઝોડાને કારણે ૨૭-૨૮-૨૯ સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ગુજરાતનાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ રહેશે. ૧૨થી ૨૦ ઓક્ટોબરમાં બીજું ચક્રવાત બંગલના ઉપસાગરમા ઉભુ થશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news