હૈદરાબાદની સિંકદરાબાદ કલબમાં ભીષણ આગ લાગી
હૈદરાબાદ શહેરમાં આવેલી આઇકોનિક સિકંદરાબાદ ક્લબમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. લાયબ્રેરી, કોલોનેડ બાર અને એડમિનિસ્ટ્રેશન ઓફિસ આગમાં નાશ પામેલા માળખામાં સામેલ છે. એલિટ ક્લબનું કેમ્પસ ૩૦ એકરમાં ફેલાયેલું છે અને તેમાં ૫૦૦૦ સભ્યો છે. ક્લબ, જે અગાઉ ગેરિસન ક્લબ તરીકે જાણીતી હતી, ત્યાં લગભગ ૩૦૦ કર્મચારીઓ કામ કરે છે.
આગ લાગવાનું પ્રાથમિક તારણ હાલ જાણી શકાયું નથી ત્યારે હજુ જાનહાનિના પણ કોઈ અહેવાલ પ્રાપ્ત નથી. પરંતુ એક પ્રારંભિક અહેવાલ અનુસાર અંદાજે ૨૦ કરોડના નુકસાનનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. વહેલી સવારે ૩ વાગ્યાના આસપાસ લાગેલી આગને કાબૂમાં લેવા ફાયર ફાઈટરની લગભગ ૧૦ ગાડીઓએ ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારે આગમાં લાઈબ્રેરી, એડમિન ઓફિસ નષ્ટ થઈ ગયાના અહેવાલો મળી રહ્યા છે.
આઈકોનિક સિંકદરાબાદ ક્લબ, જેની સ્થાપના ૧૮૭૮ માં કરવામાં આવી હતી, તે દેશની પાંચ સૌથી જૂની ક્લબમાંની એક છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, સંપત્તિને નુકસાન ૨૦ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. વહેલી સવારે ૩ વાગ્યાની આસપાસ લાગેલી આગને ૩ કલાકમાં કાબુમાં લેવામાં આવી હતી. અહેવાલો અનુસાર આગ લાગતાની સાથે જ લગભગ ૧૦ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી.