સરકારી ડ્રાઇવરે હિમાચલના ખતરનાક પહાડ પર દોડાવી બસ, વીડીયો થયો વાઈરલ

ભારત ખરેખર કેટલું સુંદર છે જ્યાં સુધી તમે યાત્રા કરવા માટે બહાર ન નિકળો. તે લોકો પોતાને ભાગ્યશાળી ગણે છે જે ભારતના ખતરનાક અને ઉંચા પહાડી વિસ્તારોની મુસાફરી કરી છે. કેટલાક લોકોનો જીવ તાળવે ચોંટી જાય છે, જ્યારે તે પહાડોના ખતરનાક રસ્તાઓ પરથી પસાર થાય છે. ચાલો અમે તમને એક એવો વીડિયો બતાવીએ જેને જોઇને તમારા હોશ ઉડી જશે. હિમાચલ આશ્વર્યજનક સરોવર અને અંતહીન મેદાનોથી માંડીને ઉત્તરમાં બરફથી ઢંકાયેલા હિમાલય સુધી યાત્રા માટે શાનદાર પરિદ્રશ્યોની ભૂમિ છે. અહીં જે કોઇપણ આવે છે તે દિવાના થઇ જાય છે.

ભારત એક એવો દેશ છે જેની પાસે દુનિયાના સુંદર રસ્તા છે. જોકે દેશ ગ્રહ પર કેટલાક ખતરનાક પરંતુ આશ્વર્યજનક વિસ્તારોનું ઘર પણ છે અને હિમાચલ પ્રદેશમાં ચંબાથી કિલાર માર્ગ નિશ્વિતપણે તેમાંથી એક છે. એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં હિમાચલ રોડ પરિવહન નિગમ (એચઆરટીસી) ની બસ ચંબા અને કિલરથી જોરદાર પરંતુ શ્વાસ થંભાવી દેનાર માર્ગોથી યાત્રા કરી રહી છે. આ માર્ગ ભારતમાં સૌથી ખતરનાક માર્ગોમાંથી એક ગણવામાં આવે છે. બસને સાચ લાથી પસાર થવું પડે છે જે સમુદ્ર તટથી ૪.૪૨૦ મીટર (૧,૪૫૦૦ ફૂટ) ની ઉંચાઇ પર એક ઉંચાડ પર છે. શિખર સુધીનો પડકારપૂર્ણ માર્ગ કાચો છે.  ક્લિપમાં બસ ખતરનાક વિસ્તારમાં પસાર થાય છે, અને ઘણીવાર લપસણી સ્થિતિમાં પણ આવે છે પરંતુ મોટાભાગે આ રૂટ પરથી પસાર થવાની આદત હોવાથી કોન્ફિડેંટ એકદમ જ સ્ટ્રોન્ગ છે. આ વીડિયોને ટ્રાવેલિંગ ભારતે ટિ્‌વટર પર શેર કર્યો છે.

વાયરલ વીડિયોએ ઇન્ટરનેટ પર હાજર હજારો લોકોને આશ્વર્યચકિત કરી દીધા. આ ક્લિકને ૧ મિલિયનથી વધુ વાર જોવામાં આવ્યો છે અને ઘણી બધી કોમેન્ટ્‌સ મળી.  વીડિયો જોયા બાદ એક યૂઝરે લખ્યું, ‘અવિશ્વનીય! ખૂબ સરર! પહેલાંથી જ આ માર્ગ પર ઘણીવાર પસાર થઇ ચૂકી હશે આ બસ.’ બીજા યૂઝરે લખ્યું, ‘હિમાચલમાં યાત્રા કરવી સાહસિક છે! એવું લાગે છે કે ફક્ત જોખમ અને ખતરાને પસંદ કરનારા લોકોને તેનાથી કોઇ સમસ્યા નથી!’

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news