વાડજ વિસ્તારના સિદ્ધિ ફ્લેટના મકાનમાં લાગી આગ
અમદાવાદ શહેરના એક મકાનમાં આગ લાગવાના મોટા સમાચાર આસમે આવ્યા છે. વાડજ વિસ્તારમાં એક મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વાડજમાં આવેલા સિદ્ધિ ફ્લેટમાં આ આગ લાગી. ફ્લેટમાં આવેલ એક મકાનમાં આગ લાગતા વિસ્તારમાં ચકચાર મચીજવા પામ્યો છે. જો કે આ આગ કયા કારણોસર લાગી છે તે જાની શકાયું નથી.
આગ લાગવાના કારણને લઈને વધુ વિગતો સામે આવી નથી. પરંતુ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહુંચી હતી. અને આગને કાબુમાં લેવાનું કામ શરુ કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે આગમાં જાનમાલનું કેટલું નુકસાન ગયું છે તેની પણ કોઈ માહિતી પ્રાપ્ત થઇ નથી.