જાંબુવા ગામે ભંગારના ગોડાઉનમાં આગ લાગતા માલ-સામાન બળીને ખાખ

વડોદરા શહેરના છેવાડે આવેલા જાંબુવા ગામ પાસે ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ ફાયરબ્રિગેડને થતાં લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણી મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ બનાવને પગલે આસપાસમાં આવેલા રહેણાંક વિસ્તારમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.

વડોદરા શહેરના જાંબુવા બ્રિજ પાસેના ભંગારના ગોડાઉનમાં ગુરુવારે રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા ઉત્તેજના ફેલાઈ હતી. જોકે, સમયસર સ્થળ પર પહોંચી ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ સંપૂર્ણ કાબુમાં આવે તે પહેલા ગોડાઉન ભસ્મીભૂત થઈ ગયું હતું.

ફાયર બ્રિગેડના સુત્રોના જણાવ્યા મુજબ જામ્બુવા બ્રિજની સામે આવેલા ભંગારના ગોડાઉનમાં મેટલનો વેસ્ટ પડ્યો હતો. દરમિયાન ગુરુવારે રાત્રે અચાનક આગ ફાટી નિકળી હતી. જેમાં વેસ્ટ સળગીને ખાખ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં મકરપુરા જીઆઇડીસીના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી અડધો કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news