વડોદરાના ખો઼ડિયાનગર ચાર રસ્તા પાસે ગોડાઉનમાં આગ લાગતા ચકચાર

વડોદરાના ખોડિયારનગર ચાર રસ્તા પાસે આવેલી આદર્શ વિદ્યાલયની બાજુમાં પ્લાયવુડના ગોડાઉનમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો .

વડોદરા શહેરના ખોડિયારનગર ચાર રસ્તા પાસે આવેલી આદર્શ વિદ્યાલયની બાજુમાં પ્લાયવુડના ગોડાઉનમાં આજે બપોરે આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને લોકોએ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી અને ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચીને પાણી મારો શરૂ કર્યો હચો અને ભારે જહેમદ બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયુ નથી.

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારના ઘીકાંટા રોડ ઉપર આવેલા લોખંડવાલા કોમ્પલેક્ષ કપડાની દુકાન પાસે શુક્રવારે ખાનગી કંપની દ્વારા કેબલ નાખવાનું કામ કરવામાં કોન્ટ્રાક્ટરની નિષ્કાળજીના કારણે શનિવારે અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થાનિક લોકોના જીવ તાળવે ચોંટયા હતા. ગેસ પાઇપલાઇન લીકેજ થતા આગની જ્વાળાઓ ૧૦ ફૂટ જેટલી ઊંચે સુધી જોવા મળી હતી. ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં આગ કાબૂમાં આવી શકી ન હતી. આખરે ગેસ વિભાગે ગેસ પુરવઠો બંધ કરતા આગ બુઝાવવામાં સફળતા મળી હતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news