નિર્ણયનગર ગરનાળા પાસે ચાંદલોડિયામાં આવેલ ફર્નિચરના ગોડાઉનમાં લાગી આગ
અમદાવાદના નિર્ણયનગર-ચાંદલોડિયા રોડ પર ઉમિયા હોલ ત્રણ રસ્તા પાસે મોડી રાતે લાકડાના દરવાજા-બારીઓ સહિતના ફર્નિચર વેચાણના ઝૂંપડાઓમાં ભીષણ આગ લાગી હતી. અંદાજે 14 જેટલા આવા અલગ અલગ ફર્નિચર વેચાણના ઝૂંપડાઓમાંથી 7 જેટલા ઝૂંપડાઓમાં આગ ફેલાઇ હતી. એમ્બ્યુલન્સ સહિત ફાયરબ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. એક કલાકમાં ફાયરબ્રિગેડે આગને કાબુમાં લઈ લીધી હતી. 15થી વધુ લોકો ત્યાં ઝૂંપડાઓમાં જ રહી અને ફર્નિચરનું વેચાણ કરતાં હતાં. જેઓ સહીસલામત બહાર નીકળી ગયા હતા.
4 વોટર જેટ અને વોટર મિષ્ટ 2 અલગ અલગ જગ્યા પરથી ફાયર ફાઈટિંગ કરવામાં આવ્યું. લાઈટ ટાવર ઉપયોગ કરીને તમામ કાર્યવાહી કરવામાં આવી. કુલિંગ માટે JCB નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આગનું કારણ પ્રાથમિક દ્રષ્ટિથી જાણવા મળેલ કે લાકડાના દરવાજા બારીઓ અને ફર્નિચર વેચાણ માટે છાપરા બનાવીને સામાન વેંચતા હતા રાત્રી દરમ્યાન ʟƿɢ ગેસ લીક ના સંપર્કમાં આવવાથી આગ લાગી હતી. પોલીસ એન્ડ એફ એસ એલ ટીમ ને ઘટના સ્થળ પર બોલાવી લીધેલ.