વડોદરામાં સર્વિસ સ્ટેશનમાં આવેલી બીએમડબ્લ્યુ કારમાં આગ ફાટી નીકળી
વડોદરા નજીક સેવાસી રોડ ઉપર કાર સર્વિસ સ્ટેશન આવેલું છે. આ કાર સર્વિસ સ્ટેશનમાં મહાપુરા ગામમાં રહેતા અને નિવૃત્ત જીવન વિતાવતા ૮૧ વર્ષીય રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ જામદારે પોતાની કાર સર્વિસ સ્ટેશનમાં સર્વિસ માટે આપી હતી. દરમિયાન મોડી રાત્રે સર્વિસ સ્ટેશનની બહાર જ બીએમડબ્લ્યુ કારમાં આગ ફાટી નીકળી હતી. જોકે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આ બનાવ અંગે કાર માલિક રાજેન્દ્રસિંહ જામદારે જણાવ્યું હતું કે હાલ હું નિવૃત્ત જીવન જીવું છું., મારી પાસે એક જ કાર બીએમડબ્લ્યુ કાર હતી તે પણ મોડી રાત્રે આગ લાગવાના કારણે બળી ગઈ છે. સર્વિસ સ્ટેશનના જણાવ્યા મુજબ કારને સર્વિસ કરી દેવામાં આવી હતી અને ટેસ્ટ લઈને પરત ફર્યા ત્યારે કારમાંથી ધુમાડો નીકળ્યો હતો. ધુમાડો નીકળતાની સાથે ચાલક બહાર આવી ગયા બાદ કારમાં આગ ફાટી નીકળી હતી. મોડી રાત્રે સેવાસી રોડ ઉપર બનેલી આ ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. એક તબક્કે વાહન વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો.
આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી.વડોદરા શહેર નજીક સેવાસી રોડ ઉપર સર્વિસ સ્ટેશનમાં રીપેરિંગમાં આવેલી ની બીએમડબ્લ્યુ કાર એકાએક સળગી ગઈ હતી. આ બનાવની જાણ આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં લાશ્કરો સ્થળ પર પહોંચી ગયા હતા અને કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ સંપૂર્ણ કાબૂમાં આવે તે પહેલા કાર બળીને ખાખ થઈ ગઈ હતી.